હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી! કહ્યુ કે હવે ધોધમાર વરસાદ…

રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. અને તેવાંમાં હાલ હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇ હૈયા ને ટાઢક લાગે તેવી અગાહી કરી છે. આવો તમને આ આગાહી વિશે જાણકારી આપીએ.

વાત કરીએ તો ગુજરાતના મોટા ભાગના ડેમો ભરાય ગયા છે. આ સાથે નદીઓ બે કાંઠે વહી રહી છે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે અને અત્યંત ભારે વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોને નુકસાન પણ થયું છે. તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ છૂટો છવાયા વરસાદી ઝાંપટાની શકયતા છે. પહેલા રાઉન્ડમાં પડેલા વરસાદી પાણી સુકાઈ તે પહેલાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 22 જુલાઈના વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની શકયતા છે.

આમ હાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, 22 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે. તેમાંથી 24થી 26 દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે અને 30 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

ઉપરાંત બંગાળના ઉપસાગરનું વહન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન પૂર્વ યુપી પૂર્વ એમપી વિહાર તરફ ફંટાઈ જતા આ ભાગોમાં 17થી 20 તારીખ સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. બિહારના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વરસાદ ગયો નથી પણ 22 જુલાઈથી વરસાદના સંજોગો છે. હજુ ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદ ઓછો છે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.

આમ 20 જુલાઈ બાદ વરસાદનું પાણી ઉભા કૃષિ પાકો માટે સારું ગણાય છે. કૃષિ પાકનો ઉગાવો સારો થઈ શકે ત્યારબાદ ઓગસ્ટ ની શરૂઆતમાં નક્ષત્રમાં વરસાદ થતાં જમીનમાં ભેજ સચવાશે આ વરસાદથી ભાલકાંઠાના ભાગો મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગો વરસાદ થશે ધંધુકા સુરેન્દ્રનગર મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થશે હજુ ધંધુકા અને ધોળકામાં સારા વરસાદ પણ થશે પાટડી દસાડા ના ભાગોમાં પણ સારો વરસાદ થશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *