કડ કડતી ઠંડીમાં હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી! કહ્યું આ વિસ્તારમા વરસાદ…જાણો વિગતે
મિત્રો જેમ તમે જાણોજ છો કે હાલ છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં ખુબજ કડ કડતી ઠંડી પડી રહી છે. તેવામાં હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલ ભુક્કા કાઢી નાખે તેવી આગાહી કરી છે. જો તમને જણાવીએ તો હવે ઠંડીમાંથી આંશિક રાહત મળશે તેવી હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે. આ ઉપરાંત ગુજરાતના ઘણાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે
ન્યુઝ 18 ના અહેવાલ પ્રમાણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ઘટાડો થશે. ધીરે ધીરે દિવસનું મહત્તમ તાપમાન વધતું જશે અને 23 જાન્યુઆરીથી ફરી ઠંડા પવનનો ફૂંકાવવાના શરૂ થઈ જશે. તેમજ આ સાથે વધુમાં તેઓ જણાવે છે કે, ‘24 જાન્યુઆરીથી 26 જાન્યુઆરીમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, સમી, હારીજ, પાલનપુર ઉપરાંત વિરમગામ-સુરેન્દ્રનગરમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જશે.’
તેમજ આગળ જણાવ્યું કે 23થી 29 જાન્યુઆરીમાં મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થશે અને તેને કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, જમ્મુ કશ્મીર જેવા રાજ્યોમાં વરસાદની શક્યતા રહેશે. તેમજ આ સાથે જો ગુજરાતની વાત કરવામાં આવે તો, દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ વગેરે ભાગોમાં હળવું માવઠું થવાની શક્યતા છે. જો કે, માવઠું થાય તો પણ કૃષિ પાકને નુકસાન થઈ શકે છે.
તેમજ તારીખ 4થી 7 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. હવામાનમાં પલટો આવશે. તેમજ ગુજરાતના દરિયાકિનારાના ભાગોમાં મહત્તમ તાપમાન 25થી 26 ડિગ્રી રહેશે. અંતે કહ્યું કે 12થી 14 ફેબ્રુઆરીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. અને 17થી 20 ફેબ્રુઆરીએ હવામાનમાં પલટો આવશે. આ દરમિયાન ગરમીનો અહેસાસ થશે અને રાત્રે ઠંડી લાગશે. એટલે કે, બેવડી ઋતુનો અહેસાસ થશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.