હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદને લઇ ભુક્કા કાઢી નાખે તેવી આગાહી કરી, કહ્યું કે આગામી આ દિવસોમાં…

વાત કરીએ તો હાલ છેલ્લા ઘણાં દિવસો થી ગુજરાતમાં ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે. અને ઘણા જિલ્લાઓમાં તો પાણી વહેતા થઈ ગયા છે. તેવાંમાં ફરીવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થશે, જેની અસરનાં કારણે ગુજરાતમાં પણ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.

આમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અને ચક્રવાતને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે, સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થશે. જેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થશે. જોકે, ચક્રવાત આવે તે પહેલા પણ આજે 22 ઓગસ્ટ થી 24 સુધી વરસાદનો એક રાઉન્ડ શરૂ થશે

તેમજ રાજ્યમાં ચોમાસાની સીઝનનું સરેરાશ અત્યાર સુધીનો વરસાદ 97.70 ટકા નોંધાઈ છે. ઉત્તર ગુજરાતમાં 97.51ટકા વરસાદ નોંધાયો છે. તો પૂર્વ મધ્ય ગુજરાતમાં 80.63 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 88. 76 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં 107.97 ટકા અને કચ્છમાં 151.94 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં વરસાદ સાથે ચક્રવાતની આગાહી કરી છે.

આ સાથે તમને જણાવીએ તો ગુજરાતમાં વરસાદ બંગાળના ઉચ્ચ સાગર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે થાય છે. ત્યારે બંગાળના ઉપસાગરમાં હળવા ચક્રવાત સક્રિય થશે. જોકે, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં હળવા ચક્રવાત સક્રિય થવાના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર અસર થવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે.

તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો અન્ય વિસ્તારમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. જોકે, હવામાન વિભાગનું પણ અનુમાન હતું કે, 22 તારીખથી ફરી એક વખત વરસાદનું જોર વધશે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *