હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી ! રાજ્ય પર વાવાઝોડા નો ખતરો અને 2023 મા…
થોડા દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સાથે સાથે ધ્યાન રાખજો કે ફટાકડા હવાઈ ન જાય. જી હા જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે જે સાંભણીને તમારો મૂડ બગડી જસે. દિવાળીના તહેવારો માં વાતાવરણ વાદળછાયું રહેશે અને વરસાદી માહોલ જોવા મળસે. અંબાલાલ ના કહ્યા અનુસાર દિવાળીમાં વીજળીની સાથે વરસાદ થઈ સકે છે. ધનતેરસ થી બેસતાવર્ષ સુધી વાતાવરણમાં પલટો આવી સકે છે. તેમણે કહ્યું છે કે દિવાળી પર વરસાદ પડે તો 2023માં ચોમાસુ સારુ જાય.
2023નું ચોમાસું સારું રહેવાની પણ વકી છે. 2023માં પણ ખેડૂતોને ચોમાસું લાભ કરાવી શકે છે. સાથે જ ખેડૂતો માટે કુશીના સમાચાર અંબાલાલ એ આપ્યા છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી સકે છે અને દિવાળીના તહેવારોમાં આ વરસાદ પાડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરતાં કહ્યું છે કે 14થી 17 ઓક્ટોબર સુધી હવામાનમાં પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. પાછોતરો વરસાદ 12મી સુધી પડશે,
જ્યારે તે પણ પછી પણ ફરી એક વાવાઝોડું આવી શકે છે. વાવાઝોડાની પૂર્વ ભારત સુધી અસર થઈ શકે છે. ઓક્ટોબર, નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં વરસાદ થઈ શકે છે. જ્યારે 18મી બાદ પાછોતરો વરસાદ નહીં, પરંતુ દિવાળી માટે ફરી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.પ્રવાસ અને હરતા ફરતા ગુજરાતીઓ માટે હવામાનને લઈને કરવામાં આગાહી એક સાવધાની આપી રહી છે. તહેવારોમાં ઉતાર ભારતના પ્રવાસ પર જતાં લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
જો લોકોને ઉતાર ભારતના પ્ર્વસમાં જવું જ હોય તો તેઓ હવામાનની આગાહીને ધ્યાનમાં લઈને આયોજન કરી સકે છે. દિવાળીના તહેવારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી સકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખવાણી સાથે વાતાવરણને પણ અનુસરીને પ્રવાસ કરવા પર અનુરોધ કર્યો છે. મોટા ભાગના લોકો દીવાલીનો તહેવાર આવતા જ ફરવાના મૂડમાં જોવા મળે છે અને ગુજરાતીઓ અગાવથી જ પ્લાનિંગ કરી લેતા હોય છે અને સાથે બુકિંગ પણ કરતાં હોય છે. અને ઉતાર દક્ષિણ ભારત્ત બાજુ પ્રવાસ કરવાના હોય છે
આથી હવામાન નિષ્ણાંત અંબાલાલા પટેલે ગુજરાતીઓને સાવધાન કરતી આગાહી દર્શાવી છે. જો દક્ષિણ ભારતના પ્રવાસે જવાનું વિચારી રહ્યા હોય તો ત્યાં વરસાદ પાડવાની સંભાવના રહેલી છે આથી પ્રવાસીઓની મજા બગડી સકે છે. આમ તો ચોમાસુ પૂરું થવાના આરે છે પરંતુ તે જવાનું નામ જ નથી લેતું એમ જણાઈ રહ્યું છે અને ગુજરેયતની ધરતીને વારંવાર તહેવારો સાથે આવકાર આપવા વરસાદ આવી જાય છે
અને હાલમાં જ્યારે ચટણી અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે વરસાદ પણ જૂમી રહ્યો છે. સામાની દિવસોમાં હાલમાં શિયાળા નો માહોલ જોવા મળવો જોઇયે અને સુંદર ગુલાબી સવાર અને ઠંડી ઠંડી હવાનું આગમન થવું જોઈએ. ત્યારે અંબાલાલ પટેલે શિયલને લઈને પણ આગાહી કરી છે કે 22 ડિસેમ્બર પછી બહુ જ ઠંડુ વાતાવરણ જોવા મળસે. 22 ડિસેમ્બર પછી રાજ્યમાં કડકડતી ઠંડી પડસે. અંબાલાલ અનુસાર ઉત્તર તરફના પવનો ફુંકાય તો વધુ ઠંડી પડે છે. જ્યારે ડિસેમ્બરમાં કાતિલ ઠંડીનો ચમકારો રહવાની સંભાવના છે.