ઠંડી ને લઈ ને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની ચોંકાવનારી આગાહી ! કિધુ કે સુરત અને વલસાડ…
મિત્રો જેમ તમે જાણોજ છો કે હાલ શિયાળાની સીઝન ચાલી રહી છે તેવામાં ગુજરાતમાં તો ઠંડી ખુબજ ભુક્કા કાઢી રહી છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસો થી ખુબજ કડકડતી ઠંડપડી રહી છે. હાલ હવે રાજ્યમાં ધીમે ધીમેં શિયાળો ખુબજ જામી રહ્યો છે. તેવામાં હાલ જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે શિયાળાને લઈને મોટી આગાહી કરી છે. તેમને જણાવ્યું કે રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાશે. આવો તમને અંબાલાલ પટેલની આગાહી વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં આવખતે કાતિલ ઠંડી નોંધાશે. તેમણે ઉત્તર ગુજરાતમાં ખતરનાક ઠંડી પડવા સામે સાથે પાટણ અને મહેસાણામાં પારો 8 ડિગ્રી નીચે જવાની પણ આગાહી કરી છે. આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતની વાત કરતા તેમણે જણાવ્યુ છે કે અમદાવાદમાં ઠંડી 10 ડિગ્રી નોંધાશે અને સુરત તેમજ વલસાડમાં પણ ખતરનાક ઠંડી જોવા મળશે.
તેમજ જો વાત કરવામાં આવે તો આ વર્ષે ગુજરાતમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલિયામાં નોંધાય છે ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે નલિયામાં ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી નીચે જશે. અંબાલાલ પટેલે સૌથી મોટી વાત કરતા એ પણ જણાવ્યુ છે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. અહીં તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલ વરસાદ સહિતની હવામાન સાથે જોડાયેલી બાબતોની આગાહી કરવા માટે જાણીતા છે. તેઓ સમયે સમયે હવામાનને લગતી બાબતોની આગાહી કરતા રહે છે.
તેમજ આ સાથે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતા 3 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઠંડીનો કહેર રહેશે. આવનારા દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવશે. પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર રાજસ્થાનના અલગ-અલગ ભાગોમાં શીતલહેરની સ્થિતિ રહેવાની સંભાવના છે. વળી, દિલ્લી-એનસીઆર, યુપી, બિહાર, ઝારખંડ અને ઉત્તરાખંડમાં પણ તાપમાનમાં ઘટાડો થશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો