હવામાનના નિષ્ણાંત અશોકભાઈ પટેલે કરી ભુક્કા કાઢી નાખે તેવી આગાહી ! કહ્યું કે, ‘આવતીકાલથી….પતંગરસિયા ખાસ વાંચો

મિત્રો જેમ તમે જાણોજ છો કે હાલ શિયાળાની સીઝન ચાલી રહી છે તેવામાં જો ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ઠંડો પવન ખુબજ વધી ગયો છે. એન્ડ ઠંડી તો એવું પડે જાણે સિમલા મનાલીમાં રહેતા હોઇએ. વહેલી સવારે એટલી ઠંડી પડે છે કે લોકોને ઘરની અંદર પણ ખુબજ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. આમ હાલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળો પરચો બતાવી રહ્યો છે અને હાડ થીજાવતી ઠંડીનો માહોલ સર્જાયો છે ત્યારે હાલ હવામાનના નિષ્ણાત અશોકભાઈ પટેલે મહત્વની આગાહી કરી છે આવો તમને આ આગાહી વિગતે જણાવીએ.

વાત કરવામાં આવે તો આજે અશોકભાઈ પટેલે તેઓએ વાતચીતમાં કહ્યું કે રાજયભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ન્યુનતમ તથા મહતમ તાપમાન નોર્મલ કરતા એકથી ચાર ડીગ્રી ઉંચુ રહ્યું હતું. આજે સવારે વધુ ઉંચુ હતું. અમદાવાદનું આજનું ન્યુનતમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું જે નોર્મલ કરતા પાંચ ડીગ્રી ઉંચુ હતું. આમ જો આ સ્તાહે આજના તાપમાનની વાત કરવામાં આવે તો રાજકોટનું 18.7 ડીગ્રીએ નોર્મલ કરતા 6 ડીગ્રી, ડીસાનું 17.8 ડીગ્રીએ નોર્મલ કરતા 4 ડીગ્રી, અમરેલીનું 17.3 ડીગ્રીએ નોર્મલ કરતા 7 ડીગ્રી, વડોદરાનું 14.4 ડીગ્રીએ નોર્મલ કરતા 1 ડીગ્રી અને ભુજનું 17.8 ડીગ્રીએ નોર્મલ કરતા 8 ડીગ્રી ઉંચુ તાપમાન નોંધાયું હતું. પશ્ચીમી પવનોને કારણે ભેજયુક્ત હવાથી ઝાકળવર્ષાની સ્થિતિમાં તાપમાનમાં આ મોટી વૃદ્ધિ થઈ છે

તેમજ જો જણાવીએ તો સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આવતીકાલથી ઉતરના પવન ફુંકાવા લાગશે જેના લીધે શીયાળાની ઠંડીમાં પણ વધારો થતો જોવા મળશે તેમજ વાતાવરણ ચોખ્ખુ અને સુકુ બનશે અને ભેજનું પ્રમાણ ઘટશે. એકાદ-બે દિવસ છુટાછવાયા હળવા વાદળો પણ છવાશે. તેઓએ કહ્યું કે ’18મીએ ફરી પુર્વના પવન ફુંકાશે અને તેને પગલે તાપમાન ઉંચકાવા સાથે ઠંડી ઘટી જશે. ઉતર ભારતને લાગેવળગે છે ત્યાં સુધી કાશ્મીર તથા હિમાચલપ્રદેશમાં 12 અને 13 જાન્યુઆરી હિમવર્ષા તથા વરસાદ થવાની શકયતા છે

આમ ત્યારબાદ 18મી પછી ફરી હિમવર્ષાનો રાઉન્ડ આવશે. આમ આ સાથે ગુજરાતમાં તા.14મીને શનિવારે મકરસંક્રાંતિએ પતંગપર્વ ઉજવાશે. રાજકોટથી માંડીને રાજયભરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાશે. સંક્રાંતિએ પવનની સ્થિતિ મહત્વની હોય છે. અનેક વખત પવન પડી જતા પતંગરસીયાઓ નિરાશ થાય છે પરંતુ આ વખતે હળવો અને ધીમો પવન હોવાથી ઠંડી પણ ઓછી અને પતંગ રસિયા માટે પણ એક સારો દિવસ રહેશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *