હવામાનના નિષ્ણાંત અશોકભાઈ પટેલે કરી મહત્વની આગાહી કહ્યું કે, રાજ્યના આ જિલ્લાઓમાં 5 થી 12 જાન્યુઆરી દરમિયાન…જાણો
મિત્રો જેમ તમે જાણોજ છો કે હાલ શિયાળાની સીઝન ચાલી રહી છે તેવામાં જો ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ઠંડો પવન ખુબજ વધી ગયો છે. એન્ડ ઠંડી તો એવું પડે જાણે સિમલા મનાલીમાં રહેતા હોઇએ. વહેલી સવારે એટલી ઠંડી પડે છે કે લોકોને ઘરની અંદર પણ ખુબજ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. આમ હાલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળો પરચો બતાવી રહ્યો છે અને હાડ થીજાવતી ઠંડીનો માહોલ સર્જાયો છે ત્યારે શનિવારથી ઠંડીમાં મોટો ઘટાડો થવાની અને શિયાળો ગાયબ થઇ જવા જેવી સ્થિતિ સર્જાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે.
તમને જણાવીએ તો અશોકભાઈ પટેલ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે કેટલાક દિવસોથી શિયાળાનો અસલી માહોલ છે. રાજયભરમાં મહતમ તાપમાન નોર્મલ કરતા 3 થી 4 ડિગ્રી નીચુ રહે છે જયારે ન્યુનતમ તાપમાન 1 થી 3 ડિગ્રી નીચુ છે. આજે ડિસાનું ન્યુનતમ તાપમાન 6.9 ડિગ્રી નોંધાયુ હતું. જે નોર્મલ કરતા 3 ડિગ્રી નીચુ છે. અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન હતું જે નોર્મલથી 2 ડિગ્રી નીચુ છે. રાજકોટનું તાપમાન 10.7 ડિગ્રીના સ્તરે નોર્મલ કરતા 2 ડિગ્રી નીચુંં છે. વડોદરાનું તાપમાન 11.6 ડિગ્રીએ નોર્મલ કરતા 1 ડિગ્રી નીચુ છે’
જો તાપમાનની વાત કરવામાં આવે તો અમરેલીમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું જે નોર્મલ સ્તરે છે. ભુજમાં પણ તાપમાન નોર્મલ કરતા 1 ડિગ્રી નીચુ રહ્યુ હતું. મહતમ તાપમાન રેન્જ 27 થી 29 ડિગ્રી તથા ન્યુનતમ તાપમાનની રેન્જ ઉતર ગુજરાતમાં 10 થી 1ર ડિગ્રી અને રાજય અને અન્ય ભાગોમાં 11 થી 13 ડિગ્રીની રહી છે. તા.5થી 12 જાન્યુઆરીના સમયગાળાની આગાહી કરતા વધુમાં અશોકભાઇ પટેલે જણાવ્યું હતું આ સમય દરમ્યાન અધિકાંશ દિવસોમાં ઉતર અને ઉતર-પૂર્વના પવન ફુંકાશે તેના કારણે ભેજ ઓછો રહેશે અને વાતાવરણ એકદમ સ્વચ્છ રહેશે. જોકે અંતિમ બે દિવસ પશ્ચીમી પવનો ફૂંકાવાની શકયતા છે
આમ આ આગાહીના સમયગાળા દરમ્યાન ન્યુનતમ અને મહતમ તાપમાનમાં પ થી 7 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. એટલે શિયાળો ગાયબ થઇ ગયો હોય તેવી સ્થિતિ સર્જાશે. આ દરમ્યાન મહતમ તાપમાનની રેન્જ 27 થી 31 ડિગ્રી હશે જયારે ન્યુનતમ તાપમાનની રેન્જ 14 થી 19 ડિગ્રીની રહેવાની શકયતા છે. આમ આવતીકાલથી તાપમાનમાં આંશિક વધારો થવા લાગશે અને શનિવારથી મોટો વધારો દેખાવા લાગશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો