હવામાન વિભાગ ની આગાહી ! આગામી ત્રણ દિવસ ગુજરાત ના આ ક્ષેત્રો મા પડી શકે છે વરસાદ

હવામાનમાં આવેલા ફેરફારને કારણે વાદળોની અવરજવર જોવા મળી હતી. જેના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 65 ટકા સુધી રહેવા છતાં ઉકળાટનો અનુભવ થયો હતો.

જો કે ગઈ કાલ પડેલ વરસાદ પછી હજુ ગુજરાતમાં આવનાર 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ ગરમી પણ પડવાની શક્યતા એટલી જ છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો ત્યાં ગરમીનો પારો હજુ વધુ જ રહેશે સાથે જ છુટા-છવાયા છાંટા પણ પડશે.સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટમાં 41.1, ગાંધીનગરમાં 39.4, વડોદરામાં 38.4 અને સુરતમાં 34.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આગામી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી છે.

ભારે પવનથી માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માછીમારોને આગામી ચાર દિવસ સુધી કચ્છના જાખો, માંડવી, મુન્દ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે પવન 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે, જેના કારણે દરિયાઈ ગતિવિધિઓ વધી શકે છે.આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.

ઠંડી, ગરમી અને વરસાદ આ ત્રણેય ઋતુ એક સાથે ગુજરાતમાં અનુભવાય છે જેથી આ દિવસોમાં લોકોએ તેના સ્વાસ્થ્યને સંભાળ પણ સરખી જેવી જરૂરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *