જાણીતા હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલે કરી મહત્વ ની આગાહી ! જણાવ્યુ કે સૌરાષ્ટ્ર મા ચોંમાસુ…

હાલ ગુજરાતમાં પ્રી-મોન્સુન શરુ થઇ ગઈ છે ગુજરાતમાં હાલ અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે અને લોકો ને ગરમી થી રાહત મળતી જણાઈ છે તેમજ ગામે ગામ નાં ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૧૫ જુનથી ચોમાસું બેસી જશે અને પ્રી-મોન્સુનને લગતી એક્ટીવીટી શરુ થશે. પરંતુ તે પહેલાજ ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે અને હવે છેલ્લા ઘણા દિવસો થી ચોમાસું પાછુ સ્થગિત થયું છે.

તેમજ અરબી સમુદ્રની પાંખ આગળ વધવા લાગી છે અને ગોવામાં ચોમાસાનો પ્રવેશ થઇ ગયો છે આ તમામ માહિતી આગાહીકાર અશોકભાઈ પટેલે આપી છે. તેમણે આજે વાતચિતમાં જણાવ્યું હતું કે છેલ્લી અગાહીમાં સોંરાષ્ટ્રમાં પ્રી-મોન્સુન એક્ટીવીટી ચાલુ થવાની અમે તાપમાન નોર્મલ આસપાસ આવી જવાનું કહ્યું હતું તે મજુબ બે દિવસથી કેટલાક ભાગોમાં પ્રી-મોન્સુન વરસાદ થઇ રહ્યો છે અને તાપમાન પણ નોર્મલ નજીક આવી ગયું છે. તેમજ તાપમાન વિષે જણાવ્યે તો અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ ડીગ્રી, રાજકોટમાં ૩૯.7 ડીગ્રી, વડોદરામાં ૩૯.૮ ડીગ્રી તથા અમરેલીમાં ૩૮.૪ ડીગ્રી તાપમાન નોંધાયું હતું તે નોર્મલની આસપાસ જ છે.

વધુમાં તેમણે કહ્યું કે ૩૧ મેં થી અરબી સમુદ્રની ચોમાસું પાંખ સ્થગિત હતી તે હવે ૧૧૦ કિમી ઉતર તરફ આગળ વધી ગઈ છે અને તેના પગલે ચોમાસું ગોવામાં પ્રવેશી ગયું છે. કોંકણનાં થોડા ભાગ તથા કર્ણાટક વધુ કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. અને હજી પણ  આવા પાંચ દિવસ સુધી ચોમાસું આગળ વધતું રહેશે. તેમાં કર્ણાટક તથા તમિલનાડુ કવર થઇ જશે.

ઉપરાંત મહારાષ્ટ્ર તથા આંધ્રપ્રદેશના વધુ ભાગોમાં આગળ ચાલશે. તેમજ બંગાળની ખાડી બાજુની પાંખ મધ્ય પશ્ર્ચિમ તથા ઉતર પશ્ર્ચિમ ભાગોમાં આગળ વધશે. 10 થી 17 જુનની આગાહી કરતા તેઓએ જણાવ્યું કે સમગ્ર સપ્તાહ દરમ્યાન પ્રિ-મોન્સુન એકટીવીટી અંતર્ગત વરસાદ વરસવાની શકયતા છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *