જાણીતા વેધ૨ એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.1 થી 8 જુલાઈ સુધીની આગાહી ગુજરાતના આ વિસ્તારમાં બે રાઉન્ડ વ૨સી જશે વરસાદ…

રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. ત્યારે હાલમાંજ ગઈકાલે સુરતમાં ખુબજ વરસાદ વરસ્યો હતો. તેવામાં જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે હૈયાને ટાઢક આપતી આગાહી કરી છે.

આજે તેઓએ વાતચીતમાં જણાવ્યું કે દેશના મોટાભાગના ક્ષેત્રોમાં નૈૠત્વ ચોમાસુ બેસી ગયુ છે માત્ર રાજસ્થાનનો મોટો ભાગ અને તેને લાગુ ગુજરાત તથા પશ્ર્ચિમ મધ્યપ્રદેશની બોર્ડ૨ના ભાગોમાં ચોમાસાનું આગમન બાકી છે. દિલ્હી જેવા રાજ્યો પણ બેસી ગયુ હતું આજે પજાબ અને હરિયાણાને પણ ક્વ૨ કરી લે તેવી શક્યતા છે.

તેમજ તા.8મી જુલાઈ સુધીનાં એક સપ્તાહ દ૨મ્યાન રાજકોટ સહિત રાજયભ૨માં સાર્વત્રીક અને સંતોષકા૨ક વ૨સાદ વ૨સસે અર્ધોઅર્ધ ભાગોમાં તો વ૨સાદના બે-બે રાઉન્ડ થઈ જવાની શક્યતા છે. અને  તેઓએ જણાવ્યું હતું કે, “સપ્તાહના આ સમયગાળામાં અનેકવિધ પરિબળો અસ૨ર્ક્તા સાબિત થવાની શક્યતા છે. દરિયા લેવલનો મોન્સુન ટ્રફ દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધીનો છે જે આગાહીના સમયગાળા દ૨મ્યાન અલગ-અલગ દિવસે કે૨ળ સુધી લંબાશે અને તેની અસ૨ પડશે.”

આ ઉપરાંત 3.1 ક઼િમી.ના લેવલએ ઈસ્ટ-વેસ્ટ સીય૨ઝોન મુંબઈ તથા મુંબઈની ઉત્ત૨બાજુ સક્રીય હશે અને તેનો ફાયદો પણ ગુજરાતને મળશે. ચોમાસુ ધરી પંજાબથી શરૂ થઈ ૨હી છે તે તેનો પશ્ચિમ છેડો આવતા દિવસોમાં રાજસ્થાન બાજુથી થવાશે અને ગુજરાત સુધી પણ આવી જશે જેનો વ૨સાદી લાભ પણ ગુજરાતને મળવાની શક્યતા છે. આ સિવાય મધ્ય-પશ્ચિમ અ૨બી સમુમાં 3.1 ક઼િમી. થી 5.8 ક઼િમી. લેવલનું અપ૨એ૨ સાયકલોનીક સર્કલ્યુલેશન છે. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં એક સપ્તાહના આગાહી સમયગાળા દ૨મ્યાન વ૨સાદના બે રાઉન્ડ પણ આવી જવાની શક્યતા છે. સાર્વત્રીક અને સંતોષકા૨ક વ૨સાદ પડી શકે તેમ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.