જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની વરસાદને લઇ તા.16થી22 જુલાઈ સુધીની આગાહી ગુજરાતમાં હવે….

હાલ તમે જાણોજ છો કે ગુજરાતમાં ચોમાસાનુ આ વર્ષે ખુબજ જોર વધી ગયું છે. તેમજ આ વર્ષગે વરસાદ ખુબજ વરસી રહ્યો છે તેવમાં વલસાડ, નવસારી, વડોદરા, અમદાવાદ તેમજ ઘણા રાજ્યોમાં ખુબજ વરસાદ જોવા મળી થયો અને ખુબજ પાણી વહેતા થઈ ગયા છે. ગામડાના લોકોના ઘરમાં નદીઓના પાણી ઘુસી જતા ખુબજ મુશ્કેલીઓ પણ પડી છે તેવમાં NDRF ની ટિમ પણ અલર્ટ મોડ માઁ છે અને લોકોનું બચાવ કાર્ય હાથ ધર્યું છે. તેવાંમાં અશોક ભાઈ પટેલે વરસાદથી રાહત આપતાં સમાચાર આપ્યા છે.

આજે તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજયમાં છેલ્લા પંદર દિવસથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. પખવાડીયા પુર્વે વરસાદની 50 ટકા ઘટ હતી તેના બદલે સૌરાષ્ટ્ર-કચ્છમાં 15 જુલાઈ સુધીમાં સરેરાશ પડે તેના કરતા 118 ટકા વધુ વરસાદ થઈ ગયો છે. માત્ર કચ્છની ગણતરી કરવામાં આવે તો 15 જુલાઈ સુધીમાં એવરેજ કરતા 277 ટકા વધુ પાણી વરસ્યુ છે. સમગ્ર ગુજરાતમાં 86 ટકા વધુ વરસાદ થયો છે. રસપ્રદ વાત એ છે કે સમગ્ર રાજયમાં રેલમછેલ અને સરેરાશથી વધુ વરસાદ છતાં ગાંધીનગર તથા દાહોદ જીલ્લામાં વરસાદની અનુક્રમે 32 ટકા તથા 27 ટકાની ખાધ છે.

તેમજ ચોમાસુ વરસાદી સીસ્ટમ વિશે તેઓએ કહ્યું કે અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારા નજીક વેલમાર્ક લો-પ્રેસર સીસ્ટમ હતી તે મજબૂત બનીને ડિપ્રેસનમાં પરિવર્તિત થઈ છે. પોરબંદરના સમુદ્ર કિનારાથી 70 કીમી પશ્ચિમે 21.6 ડીગ્રી ઉતર તથા 69 ડીગ્રી પુર્વ પર સ્થિત છે. હવામાન ખાતાના રીપોર્ટ પ્રમાણે આવતા દિવસોમાં ઉતર-ઉતર પશ્ચિમ તરફ ગતિ કરશે અર્થાત સૌરાષ્ટ્ર-ગુજરાતથી દુર થશે. આમ તા.16થી22 જુલાઈની આગાહી કરતા તેઓએ કહ્યું કે સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે ભારે વરસાદમાંથી રાહત મળવાની શકયતા છે. અમુક દિવસોમાં છુટોછવાયા ઝાપટા-હળવો-મધ્યમ વરસાદ થઈ શકે છે.

તેમજ સૌરાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં વરસાદની માત્રા વધુ રહેશે. ઉતર-મધ્ય ગુજરાતમાં આગાહીના અમુક દિવસોમાં 20થી40 મીમી તથા દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસોમાં 20થી60 મીમી વરસાદ થવાની સંભાવના છે. ચોમાસા સીસ્ટમ વરસાદ વિશે હવામાન વિભાગની સૂચના અનુસરવા તેઓએ ચોખવટ કરી હતી.

આમ એક ઓફશોર ટ્રફ ગુજરાતથી મહારાષ્ટ્રના દરિયાકિનારા સુધી છવાયો છે. ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો બે દિવસમાં ઉતર બાજુ સરકીને નોર્મલ સ્થિતિમાં આવશે અને 18મી પછી વધુ ઉતરીય બાજુ ઢળીને હિમાલયન ક્ષેત્રમાં પહોંચવાની શકયતા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *