ભાવનગર ના એક પરિવારે કંકોત્રી માં એવું તે શું લખ્યું કે બધા વાંચીને રહી ગયા સ્તબ્ધ.
ભાવનગર ના તણસા માં રહેતા જાહીદભાઈ ના પુત્ર ના લગ્ન થવાના હોય જાવેદભાઈ એ એક ઉમદા કાર્ય કરવાનું નક્કી કર્યું. તેમના દીકરા મનીષ ના લગ્ન સુરેન્દ્રનગર માં રહેતા સિકંદરભાઈ ની દીકરી સુમન સાથે થવાના છે. આ શુભ પ્રસંગે જાહીદભાઈ ને એક ઉમદા વિચાર આવ્યો હતો. તેના દીકરા મનીષે તેના પિતા ને કહ્યું કે લગ્ન માં આવતા મહેમાનો ને કોઈ રિટર્ન ગિફ્ટ આપવી જોઈ એ ત્યારે જાહીદભાઈ જણાવ્યુ કે તારા લગ્ન માં આવતા મહેમાનો માટે ચાંદલા પ્રથા બંધ છે આ જ તેના માટે રિટર્ન ગિફ્ટ છે .
ત્યારબાદ જાહીદભાઈ ને મનોમન એક વિચાર આવ્યો કે લગ્ન માં આવતા મહેમાનો દ્વારા જે ચાંદલો લખાવમાં આવે તે એક એવી જગ્યા એ વાપરવામાં આવે જેથી એક સેવા નું કાર્ય કરી શકાય. આ માટે તેણે એક ઉમદા નીર્ણય લીધો કે લગ્ન માં આવતા મહેમાનો દ્વારા જે પણ ચાંદલો લખાવવામાં આવશો તે રકમ ને જુદી-જુદી સંસ્થાઓ જેવી કે અનાથઆશ્રમ, વૃધાશ્રમ વગેરે માં રહેતા લોકો ની પાછળ વાપરવામાં આવે તો તે લોકો ને ઘણી મદદ મળી શકે અને એક સેવાનું ઉત્તમ કાર્ય કરી શકાય.
આ માટે તેને તેના દીકરાની લગ્ન ની કંકોત્રી માં લખાવ્યુ કે તેના દીકરા ના લગ્ન સમયે જે પણ ચાંદલા ની રકમ આવશો તે રકમ સામાજિક સેવા ના કાર્ય માં વાપરવામાં આવશો. લગ્ન માં આવેલી ચાંદલા ની રકમ ને ભેગી કરીને જાહીદભાઈ એ અને તેના પરિવારે તે રકમ ને જુદી જુદી સંસ્થાઓ માં દાન કરીને માનવતા ને છાજે તેવું ઉત્તમ કાર્ય કર્યું.