ધારે તો એક સરપંચ શુ નો કરી શકે ! ભણેલા ગણેલા યુવા સરપંચે એવા કાર્યો કર્યા કે જાણીને સલામ કરશો

હાલ મા જ ગ્રામ પંચાયત ની ચુટણીઓ યોજાઈ છે ત્યારે અનેક ગામો ને નવા સરપંચ મળશે અને જો જીલ્લા નો વિકાસ કરવો હોય તો નાના ગામડાઓ અને તાલુકા નો વિકાસ કરવો પડે અને આ માટે સરપંચે તેની જવાબદારી સારી રીતે નિભાવવી પડે. આજે અમે તમને એ વાત જણાવીશું કે જો ધારે તો એક સરપંચ શુ નો કરી શકે ? આજે આપણે એક ભણેલા-ગણેલા સરપંચ ની વાત કરીશું જેણે પોતાની હજારો રૂપિયા નોકરી મુકી ને સરપંચ બન્યા અને ગામ માટે શુ કરી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડયું!

આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તેનુ નામ મહિપતસિંહ ચૌહાણ છે જે ની ઉમર માત્ર 31 વર્ષ ની છે તેવો એક સમયે બેંગલોર મા જેનો પગાર મહીના નો 70000 હતો. તેવો એ આ નોકરી મુકી પોતાના ગામ લવાલ આવવાનું નક્કી કર્યું અને ગામ ના વિકાસ કરવા માટે સરપંચ બનવાનું નક્કી કર્યુ. મહિપતસિંહ ચૌહાણે ગામ ના સરપંચ બનતાની સાથે જ એક્શન મા આવી ગયા અને એવા કાર્યો કર્યા કે એક ઉદાહરણ પુરુ પાડયું.

મહિપતસિંહ ચૌહાણએ સો પ્રથમ તો ગામને ચોખ્ખુ કરવાનો નિર્ણય કર્યો અને ગામ મા રહેલી ગંદગી દુર કરાવી. આ કામ મા અનેક યુવાનો તેમની સાથે જોડાયા આટલુ જ નહી ગામ મા રહેલા ગેરકાયદેસર દબાણ પણ હટાવવામા આવ્યા. ત્યાર બાદ દિકરીઓ માટે પણ એક યોજના અમલ મા મુકી જેમા જે ઘરમાં દિકરી નો જન્મ થાય તેના પરીવાર ને 1000 રુપીયા ની નાણાંકીય સહાય આપવાનુ નક્કી કરાયું મ.

આ ઉપરાંત ગામ મા સ્પીકર ની સુવીધા આપવામા આવી જેથી ગામ ના દરેક લોકો સુધી નવી સુચના અને જાણકારી મળી રહેતી. સાથે સ્પીકર મા સવારે પ્રાથનાથી દિવસ ની શરુવાત કરવામા આવતી. આપણે અનેક શહેરો મા સી.સી.ટી.વી ની સુવિધા જોઈ હશે પરંતુ ગામડા મા ઓછી હોય છે ત્યારે સરપંચ મહીપતસિંહ ચૌહાણ એ ગામ મા સી.સી.ટી.વી ની પણ વ્યવસ્થા ઉભી કરી હતી.

1500 વસ્તી ધરાવતા ગામ મા 2000 વૃક્ષો નુ જતન કરવાનો નિર્ધાર કરવામા આવ્યો અને લોકો ને પ્રકૃતિ શુ છે તેના વિશે ઉજાગર કરવામા આવ્યા. આ ઉપરાંત નિરાધાર વૃધ્ધો ને મફત ભોજન મળી રહે તેની સુવિધા ઉભી કરવામા આવી. આજનું સૌથી મોટુ દુશણ એટલે દારુ ! ગામ મા દારુબંધી નો કડક અમલ કરાવવામાં આવ્યો અને વર્ષ મા બે જાહેર ગ્રામ સભા નુ આયોજન થવા લાગ્યુ જેમા સંરપંચ ના કામ નુ મુલ્યાંકન કરવાનુ અને પોતાના સવાલો રજુ કરવાના. ગામોનો આર્થિક આધાર ખેતી પર ટકેલો છે ત્યારે સરપંચે ખેડુતો માટે પણ ખુબ સારુ કામ કરેલુ છે. ખેડુતો માટે એક યોજના મુકવામાં આવી છે જેમા ખેડુતો ને રોકડ પુરસ્કારો આપવાનુ નક્કી કરાયું છે.

મહિપતસિંહ ચૌહાણ ગામ ને આદર્શ ગામ બનાવી દીધુ અને પોતે પણ એક વિદ્યાર્થી આદર્શ વ્યક્તિ છે અને અનેક યુવાઓ ને પ્રેરણા આપે છે સાથે સોસિયલ મીડીયા પર લાખો મા Follower પણ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *