દુબઇ જેવા દેશો જે કામ ન કરી શક્યું તે કચ્છે કરી બતાવ્યું ! ઊંટડીના દૂધમાંથી…દરેક ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવી બાબત

મિત્રો જો વાત કરવામાં આવે તો તમે તમારા જીવનમાં દૂધનો સ્વાદ લીધોજ હશે. તેમજ આ દુધમાં વધારે પડતા અમુલ મિલ્ક તો બધાજ લોકોએ પીધું હશે જે રાજ્યમાં જ નહિ બલકે પુરા દેશમાં એક ખુબજ નામચીન દૂધની બ્રાન્ડ છે. તેમજ આ દૂધ પણ ભેંસ અને ગાયના દૂધ માંથી થોડા ફેરફાર કરી અન પ્રોસેસીંગ કરીને બનાવવામાં આવતું હોઈ છે. તેવીજ રીતે જો વાત કરવામાં આવે તો તમે લોકોએ ભાગ્યેજ ઉંટડીનું દૂધ પીધું હશે. જો તે દૂધ વિષે જણાવીએ તો તે ખુબજ દુર્ગંધ વાળું હોઈ છે. તેમજ વિશ્વમાં ઊંટના દૂધના પ્રોસેસિંગ માટે દુબઇ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર છે તો વળી હવે ગુજરાતમાં પણ આવો એક પ્લાન્ટનું આરંભ થશે.

જો તમને જણાવીએ ભારતનો ઊંટડીના દૂધનો પ્રથમ પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યો છે. જે વિશ્વનો ચોથો અત્યાધુનિક એવું પ્રોસેસિંગ કેન્દ્ર કચ્છના ચાંદ્રાણી ગામે 2023ના આરંભ સાથે શરૂ થયું છે. જે ઊંટડીના દુર્ગંધમુક્ત દૂધમાં કચ્છને મોટી સફળતા મળી છે. દુબઇ-પાકિસ્તાનમાં પણ ઊંટના દૂધમાં વાસ તો રહે જ છે. ત્યારે ઊંટની ઉપયોગિતા રણમાં તો છે પણ હવે વૈશ્વિકસ્તરે વધી ગઇ છે, તેમજ આ સાથે મેડિકલ ક્ષેત્રે પ્રમાણિત થયું છે કે ઊંટના દૂધમાં ‘ઇન્સ્યુલિન’નું પ્રમાણ ભારે વધુ હોવાથી જો મધુપ્રમેહથી પીડિત વ્યક્તિ ઊંટના દૂધનું સેવન કરે તો ડાયાબિટીસ પણ અંકુશમાં આવી જાય છે.

જો આ દૂધના ભાવની વાત કરવામાં આવે તો અગાઉ 20 રૂપિયે લીટર ઊંટડીનું દૂધ વેચાતું અને હવે 50 રૂપિયે લિટર મળે છે. આમ જેના કારણે ઘણાબધા માલધારીઓ અન્ય ધંધામાંથી કેમલ મિલ્કના ધંધા તરફ વળ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આમ જો આ સાથે વાત કરીએ તો રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં ઓગસ્ટ 22મા વડાપ્રધાને લોકાર્પણ કર્યું એ ચાંદ્રાણી ગામે નિર્મિત સરહદ ડેરીના દૂધ ઉત્પાદન અને પેકેજિંગ પ્લાન્ટ એ જાન્યુઆરી-23થી કામ કરવાનું શરૂ કર્યું. વળી આ પ્લાન્ટમાં ઉંટડીના દૂધનું ટેટ્રાપેકિંગ રાય છે અમ જેના કારણે તેનું આયુષ્ય ૬ માહીના થયું છે તેમજ આં દુધમાં ઘટ્ટતા વધે છે વળી ડિયોડરલાઇઝેશન મશીન દુર્ગંધ દૂર કરતું હોવાથી તેની લોકપ્રિયતા પણ વધી છે

તેમજ કરોડોના ખર્ચે નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં આવેલા ‘કેમલમિલ્ક’ પ્રોસેસિંગ યુનિટમાં ‘ડિયોડરલાઇઝેશન’ મશીનની મદદથી ઊંટડીના દૂધમાં રહેલી પરંપરાગત દુર્ગંધ દૂર થઇ જતા આવનારા સમયમાં આ પ્લાન્ટને મોટી સફળતા મળશે કારણ કે, વિશ્વમાં ઊંટડીના દૂધક્ષેત્રે હજુ સુધી ક્યાંયે દૂર્ગંધ દૂર કરી શકાઇ નથી. જેના લીધે કચ્છના આ પ્લાન્ટને ખુબજ નામના અને સફળતા હાંસિલ થશે ઉલ્લેખનીય છે કે કચ્છમાં ઊંટ ઉછેરક માલધારી સંગઠન રચાયું છે. અહીં હાલ 13,300 ઊંટ છે. જેમાં 1600 ખારાઇ ઊંટ છે. ખારાઇ ઊંટ ફકીરાણી જત સમુદાય પાળે છે અને તે દરિયામાં તરીને બેટ પર ચેરિયા ખાય છે. જો ચેરિયા લુપ્ત થશે તો ખારાઇ ઊંટની જાત લુપ્ત થઇ જશે. જોકે દેશભરમાં ઊંટની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે જ્યારે કચ્છ-રાજસ્થાનમાં તેમની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *