એવુ તો શુ થયુ કે માતા એ એક પછી એક 6 બાળકો ને કુવા મા નાખી દીધા ! બધા ના મોત થયા અને…
ભારતમાં અવાર નવાર આપઘાતના, હત્યાના, વગેરે મામલાઓ સામા આવતા હોઈ છે. અને જે જોઈ લોકોના હોશ ઉડી જતા હોઈ છે. તેવાજ એક કાળજું કંપાવી દે એવી એક ઘટના સામે આવી છે. જેના વિષે જાણી તમારા પણ હોશ ઉડી જશે. ચાલો તમને ઘટના વિષે રૂબરૂ કરાવ્યે. જાણો શું થયું.
આ ઘટના મહારાષ્ટ્રમાંથી સામી આવી છે જ્યાં એક માતાએ પોતાના ૬ સંતાનોને એક પછી એક કરીને કુવામાં નાખી દીધા હતા અને બહાર બેસીને તેમણે મરતા જોઈ રહી હતી. આમ તે દરેક બાળકોનું ડૂબવાથી મોત થયું હતું ત્યારબાદ પોલીસે તે મહિલાની ધરપકડ કરી હતી. પોલીસ ની પુછતાછ બાદ એવું કારણ સામું આવ્યું કે પારિવારિક વિવાદને કારણે મહિલાએ આ પગલું ભર્યું હતું.
આ દુખદ ઘટના રાયગઢ જીલ્લાના મહાડ તાલુકાના બોરવાડી ગામની છે. તેમજ મંગળવારે સવાર સુધીમાં ૬ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા તેમાં ૫ છોકરી અને એક છોકરો સામેલ હતો. આમ મહિલાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે સોમવારે સવારે તેના સસરાએ તેને ખુબ માર માર્યો હતો. અને તેના ગુસ્સામાં આવીને મહિલાએ રાત્રે પોતના બાળકોને મારવા માટે નું પગલું ભર્યું હતું. તેમજ મૃત પામેલ બાળકોની ઉમર ૩ થી ૧૦ વર્ષ વચ્ચેની છે. આરોપી માતા નું નામ રુના ચીખુરી સાહની(૩૦) છે. મૃતક બાળકોમાં રોશની(૧૦), કરિશ્મા (૮), રેશ્મા(૬), શિવરાજ(૩) અને સોંથી નાની દીકરી રાધા(૩) સામેલ છે.
આમ બાળકોની મૃત્યુની પુષ્ટિ થયા પછી મહિલાએ પણ આત્મહત્યા કરવા માટે કુવામાં પડી હતી. પરંતુ ગામના લોકો એ તેનો જીવ બચાવી લીધો હતો ત્યાર બાદ ઘટનાની જાણ મળતાજ મહાડના ધારાસભ્ય બર્ત ગોગવલે પોલીસની સાથે ઘટના સ્થળે આવીને તે મહિલાની ધરપકડ કરી હતી.