એવું તો શું થયું કે મુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણી બન્યો ટ્રોલનો શિકાર !…જુઓ આ વિડીયોમાં

આજના સમયમાં અંબાણી પરિવારને ભારતમાં કોણ નથી જાણતું જે ખુબજ અમીર છે અને એશિયામાં પ્રથમ સ્થાને તેમની ગણતરી થાઈ છે અંબાણી પરિવારની ભારતમાજ નહિ બલકે પુરા વિશ્વમાં તેની ચર્ચા થાય છે જેનું શ્રેય ધીરુભાઈ અંબાણી ને જાય છે જેણે શૂન્ય થી લઇ આજે અબજોની સંપત્તિ ભેગી કરી છે તે અનેક માટે પ્રરણારૂપ છે આજે અંબાણી પરિવાર દેશમાં નહિ બલકે વિશ્વ એક સારી નામના મેળવી છે. તેવામાં હાલ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. આવો તમને આ વિડીયો વિષે વિગતે જણાવો.

તમને જણાવીએ તો વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે જેમાં એક મોટી ઉંમર નો વ્યક્તિ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે તેમજ તેમના જન્મદિવસ પર તેમની સાથે અબજોપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી પણ જોવા મળી રહ્યો છે. આમ આ સાથે ત્યાં હાજર રહેલા બધાજ લોકો જન્મદિવસ વાળા વ્યક્તિને શુભકામનાઓ આપી રહયા છે.

તો વળી વિડીયોમાં આગળ જોવા મળ્યું કે અચાનકજ જન્મદિવસ ઉજવી રહેલ વ્યક્તિ બાજુમાં ઉભેલા અનંત અંબાણીના ચરણ સ્પર્શ કરીને તેની પાસેથી આશીર્વાદ લેતા નજર આવે છે. તેમ છતાં અનંત અંબાણી મોટી ઉંમરના વ્યક્તિને તેને પગે લાગવાથી રોકતો પણ નથી અને ઉપરથી તેની પીઠ પણ થપથપાવે છે. જે પછી તે વ્યક્તિને અનંત કેક ખવડાવે છે.

આમ આ જોઈનેજ લોકો અનંત અંબાણી નો ખુબજ ટ્રોલ કરી રહયા છે. તો વળી એક યુઝરે વીડિયો શેર કરતા લખ્યું, “કોર્પોરેટ કલ્ચર”. એક અન્ય યુઝરે કમેન્ટ કર્યું છે, “તે પોતાના કોઈ કર્મચારીનો બર્થ ડે પ્રાઈવેટ ચાર્ટર પ્લેનમાં ઉજવી રહ્યા છે અને એમ્પ્લોય તેમના પ્રત્યે કૃતજ્ઞતાથી જોઈ રહ્યા છે. એમાં ખરાબી શું છે?” અન્ય એક યુઝરે લખ્યું-“એક વીડિયોએ બધી સિંપથીને નેગેટિવિટીમાં ફેરવી દીધી.” મહત્વનું છે કે આ વીડિયો ક્યાનો છે અને ક્યારનો છે તેના વિશે હાલ જાણકારી મળી નથી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *