એવું તો શું થયું હતું કે હૈદરાબાદના છેલ્લા નિઝામે ભારતને 5000 કિલો સોનું આપ્યું….જાણો આ પાછળનું રહસ્ય
જ્યારે પણ રાજા મહારાજાની વાત કરવામાં આવે તો ભારત પહેલા યાદ આવી જાય છે ભારતમાં અનેક હિન્દુ રાજા, મહારાજા , નવાબો અને હૈદરાબાદ ના નિઝામો ના નામો સામે આવી જતા હોય છે.કહેવામાં આવી રહ્યું છે કે એક સમય એવો હતો કે જ્યારે ભારતિય ઉપમહાદ્વીપ ૫૬૫ રાજયો માં વહેચાયેલું હતું.પરંતુ આઝાદી પછી થોડી રીયસતો ને મૂકી બાકી તમામ રાજ્યો ભેગા કરી દેવામાં આવ્યા હતા.
પછી પાછળથી આ બધી રિયાસતો પણ ભારતમાં સામેલ થઈ ગઈ હતી.જેમાં હૈદરાબાદ પણ સામેલ હતું. હૈદરાબાદ ના નિઝામ ને લઈને અનેક કહાણીઓ આપને સાંભળી હસે.જેમાં એક એવો પણ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં હૈદરાબાદ ના નિઝામે ભારતને ૫૦૦૦ કિલો સોનું દાન માં આપ્યું હતું.તો ચાલો જાણીએ તેની પાછળનું રહસ્ય.
મોર ઉસ્માન અલી હૈદરાબાદ રિયાસત ના છેલ્લા નિઝામ હતા.તેઓ મહમૂદ અલી ખાનના બીજા પૂત્ર હતા.તેઓ ૧૯૧૧ થી ૧૯૪૮ સુધી હૈદરાબાદ ના નિઝામ તરીકે જોવા મળ્યાં હતા.જાણકારી અનુસાર તેઓ હૈદરાબાદ ને સ્વતંત્ર રીયાસત બનાવવા માંગતા હતા.કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકારે તે સમય દરમિયાન અનેકો વાર ભારતમાં શામિલ થવા માટે જણાવ્યું હતું પરંતુ તેઓ પોતાની આ વાત ને પકડી ને દ્ર્ઢ બની રહ્યા હતા.
પરંતુ ત્યાર પછી સરકારના દબાવ ના કારણે તેમને હૈદરાબાદ વિરાસતને ભારત દેશમાં સામીલ થવા માટે રાજી થવું પડ્યું હતું. ભારતના તેમને હૈદરાબાદ ના રાજપ્રમુખ બનાવ્યા નહિ.મિર ઉસ્માન અલી ખાન બ્રિટિશ કાળમાં પોતાની સમૃદ્ધિ માટે ઓળખવામાં આવતા હતા.તેમના પાસે બહુ જ પૈસો હતો.કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ભારત સરકાર ને ૫૦૦૦ કિલો સોનું દાનમાં આપ્યું હતું.માત્ર આટલી હકીકત એ જણાવી દે છે કે તેઓ કેટલા અમીર હતા.
૧૯૬૫ માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું.અને તેમાં ભારતનો વિજય થયો હતો પરંતુ યુદ્ધના કારણે ભારતની અર્થવ્યવસ્થા ખૂબ ખરાબ થઈ ગઈ હતી.આ અસ્થિર અર્થવ્યસ્થાને સારી કરવા માટે તત્કાળમાં પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી એ રાહત કોષની અપીલ કરી હતી.આ દરમિયાન તેમની મુલાકાત હૈદરાબાદ ના નિઝામ સાથે થઈ.કહેવામાં આવી રહ્યું છે કે મીર ઉસ્માન અલી ખાન એ બેગમપેટ એરપોર્ટ પર પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી નું સ્વાગત કર્યું હતું.
બંને વચ્ચે બહુ જ ચર્ચા થઈ હતી અને પછી મીર ઉસ્માન અલી ખાન એ ભારતને રાહત કોષના નામે ૫૦૦૦ કિલો સોનું દાન માં આપ્યું હતું.RTI માં કઈક અલગ જાણકારી મળી છે માનવામાં આવે છે કે ઉસ્માન અલી ખાન દ્વારા આપવામાં આવેલા ૫૦૦૦ કિલો સોના વિશે ભારત સરકાર પાસે કોઈ જાણકારી નથી .ત્યાં જ આ વાત અંગે માહિતી મલી છે કે ઉસ્માન અલી ખાન એ સોનું દાન નથી કર્યું પરંતુ ૪૨૫ કિલો વજન રાષ્ટ્રીય રક્ષા સવર્ણ યોજનામાં રોક્યું હતું.જેના લીધે તેમને ૬.૫ ટકા લેખે ફિક્સ ડિપોઝિટ અનુસાર વ્યાજ આપવામાં આવતું હતું.
જાણવામાં આવી રહ્યું છે કે મીર ઉસ્માન અલી ખાન કંજૂસ સ્વભાવના હતા.વાસ્તવમાં તેઓ જ્યારે હૈદરાબાદથી લોખંડની પેટીમાં સોનું લઈને દિલ્લી ગયા તો ત્યાંતેમણે કહ્યું કે અમે માત્ર સોનું દાન કરીએ છીએ લોખંડની પેટી નહિ.એટલા માટે તેને પાછું આપવામાં આવે.અને આમ લોખંડ ની પેટીને પાછી હૈદરાબાદ લાવવામાં આવી હતી.ઉસ્માન અલી ખાન નું મૃત્યું ૨૪ ફેબ્રઆરી ૧૯૬૭ ના રોજ હૈદરાબાદના કિંગ કોઠી પેલેસ માં થયું હતું.જાણવામાં આવી રહ્યું છે કે તેમને ત્યાં આવેલી મસ્જિદ માં દફન કરવામાં આવ્યા હતા.