અગ્નિ મુદ્રા શું છે? તેનાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે અને તેને કેવી રીતે કરવું જોઈએ જાણો વિગતે…

યોગ મુદ્રા પારંપરિક રૂપથી મગજ અને શરીર ને સ્વસ્થ રાખવા માટે ઓળખવામાં આવે છે. તે શ્વાસ ને સબંધિત સમસ્યાઓ ને દુર કરવામાં તેમજ એકાગ્રતા વધારવા માટે અને મગજ ને શાંત કરવામાં મદદ કરી સકે છે. યોગ મુદ્રામાં શરીર ના પાચ તત્વો પાણી,આકાશ, પૃથ્વી, વાયુ અને અગ્નિ ને મુખ્ય બિંદુ ગણવામાં આવે છે. આજે આ લેખમાં આપડે અગ્નિ મુદ્રા વિષે જાણકારી મેળવશું. અગ્નિ મુદ્રા ને સૂર્ય મુદ્રા પણ કહેવામાં આવે છે. આ મુદ્રા દ્વારા અગ્નિ તત્વને સક્રિય કરવામાં આવે છે. તેમજ આ મુદ્રા આપડા શરીરમાં અગ્નિ ની સંતુલન જાણવવામાં  મદદરૂપ સાબિત થાય છે. તો ચાલો જાણ્યે અગ્નિ મુદ્રા ના ફાયદા વિષે.

કેવી રીતે કરવી અગ્નિ મુદ્રા :

  • આ મુદ્રા નો અભ્યાસ કરવા માટે સૌથી પહેલા શાંત અને સાફ જગ્યા પર ચટાઈ પાથરો.
  • હવે પદ્માસન અથવા સુખાસન ની મુદ્રામાં ચટાઈ પર બેઠો.
  • આ પદ્ધતિ પછી હાથને આરામથી ઘુટણ પર રાખી અને ધ્યાનની મુદ્રામાં બેસો.
  • હવે બંને હાથોના અંગુઠા ને તમારી મધ્ય આંગળી સાથે મેળવો ધ્યાન રાખો કે આ દરમિયાન આંગળી અને અંગુઠા ના ટેરવા ને મેળવવાના છે.
  • અન્ય રીત થી કરવા માટે અનામિકા આગળી ને નીચે અને અંગુઠા ને ઉપરની બાજુ રાખો, સાથે જ હાથની બાકીની આંગળીઓ ને એક સીધી લાઈન માં રાખો. આ દરમ્યાન ધ્યાન રાખો કે તમારે તેમની હથેળી ને નીચે ની બાજુ જ રાખવાની છે.
  • અગ્નિ મુદ્રાના અભ્યાસ દરમિયાન સામાન્ય રૂપથી શ્વાસ લેવો.
  • થોડા સમય માટે આ જ મુદ્રામાં સ્થિર રહેવું.
  • સારા પરિણામ માટે દિવસમાં ઓછામાં  ઓછા ૨ વાર આ મુદ્રા નો અભ્યાસ કરવો.

અગ્નિ મુદ્રા ના ફાયદા :

જો નિયમિત રૂપ થી અગ્નિ મુદ્રા નો અભ્યાસ કરવામાં આવે તો શરીર નો વજન ઓછો  થાય છે. વાસ્તવમાં, આ મુદ્રા તમારા પાચનમાં થતી ખલેલ સુધારે છે. નબળા પાચનને કારણે ચરબી બર્ન કરવી મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં , અગ્નિ મુદ્રા સાથે સક્રિય અગ્નિ તત્વ ચયાપચય ને વેગ આપે છે, જે તમને ચરબી ને બર્ન કરવામાં મદદ કરે છે.આંખોની રોશની ને વધારવા માટે પણ નિયમિત અગ્નિ મુદ્રાનો અભ્યાસ કરવો જોઈએ. વાસ્તવમાં આ મુદ્રા આપડી શરીરના અગ્નિ તત્વ ને એક્ટીવ કરે છે જેનાથી આંખો ની રોશની સારી બને છે. શરદી ઉધરસ ની પરેશાની થી પણ દુર કરવા આ અગ્નિ મુદ્રા નો અભ્યાસ કરી સકાય છે. આ સર્દી ઉધરસ અને તાવ ની સમસ્યાથી છુટકારો અપાવે છે.

પાચનને સબંધી પણ જો કોઈ સમસ્યા હોય તો તેણે દુર કરવા માટે તમે આ મુદ્રા નો ઉપયોગ કરી શકો છો, સાથે જ આ ભૂખ ને વધારે છે જેનાથી તમારી અબ્જીયત ની સમસ્યાથી પણ મુક્તિ અપાવે છે. શ્વાસ સબંધી કોઈ સમસ્યા હોય તો તેને  દુર કરવા માટે અગ્નિ મુદ્રા નો અભ્યાસ કરવાથી તમને થોડી મદદ થઇ સકે છે જેનાથી તમને ઇન્ફેકશન ની સમસ્યા દુર થઇ જાય છે,આની સાથે જ તે પગના દર્દ, સ્કીન ની સમસ્યા, બ્લડપ્રેશર જેવી સમસ્યાથી તમને દુર કરવામાં મદદ  કરી સકે છે. નિયમિત રૂપ થી જો આ અગ્નિ મુદ્રા નો અભ્યાસ કરવામાં આવે તો તેનાથી શરીર ને ઘણો ફાયદો થાય છે. આ સાથે જ ધ્યાન રાખવું કે જો તમે પહેલી વાર આ મુદ્રા નો અભ્યાસ કરવાના હોય તો નિષ્ણાંત ની સલાહ અવશ્ય લેવી

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *