આરંગેત્રમ એટલે શું? સતત સોશિયાલ મીડિયા પર એકટીવ રહેતા અંબાણી પરિવારમાં આરંગેત્રમ સમારોહનું આયોજન થયું છેતો ચાલો જાણીએ આ સમારોહ વિશે …

અંબાણી પરિવારે ભાવી પુત્રવધુ માટે કર્યું પાર્ટી નું આયોજન,આરંગેત્રમ સમારોહમાં ઉદ્યોગપતિઓ સહીત બોલીવુડ ની હસ્તીઓએ આપી હાજરી.અંબાણી પરિવાર તેમની ભાવી પુત્રવધુ રાધિકા મર્ચન્ટ માટે લગભગ બે વર્ષ પછી સૌથી મોટી પાર્ટી નું આયોજન કર્યું છે .

પરિવાર જીયો વર્લ્ડ સેન્ટરના ધ ગ્રાન્ટ થીયેટર ખાતે આરંગેત્રમ સમારોહનું આયોજન કરી રહ્યું છે.મુકેશ અંબાણી સાથે નીતા અંબાણી ,મહારાષ્ટ્રના કેબીનેટ મંત્રી આદિત્ય ઠાકરે અને અભિનેતા રણવીર સિંહ રાધિકા મર્ચન્ટની આરંગેત્રમ માટે પહોચ્યા હતા .

જેઓ નથી જાણતા અમને જણાવીએ કે આરંગેત્રમ એક એવી ક્ષણ છે જેની દરેક યુવા ક્લાસિકલ ડાન્સર રાહ જુવે છે. છેવટે, તેઓ પ્રથમ વખત સતેજ પર પ્રદર્શન કરે છે.તેમના માટે આ તેમની વર્ષોની મહેનત અને પ્રતિભા દર્શાવતી એક શ્રેષ્ટ તક છે જે તેમણે નૃત્યનું સ્વરૂપ શીખવા માટે વર્ષોથી મહેનત કરી છે. આરંગેત્રમ શબ્દ એક તમિલ શબ્દ છે અને તે એક જૂની પરંપરા છે જે સતેજ પર શાસ્ત્રીય નૃત્ય કરવા અને અન્યને તાલીમ આપવા માટે નૃત્યાગ્નાના સ્નાતકને ચિહ્નિત કરે છે.

સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર નીતા અંબાણી ની ખુબસુરત તસ્વીરો પોસ્ટ થઇ છે. બોર્ડર પર ફલોરલ પ્રિન્ટ સાથે નારંગી રંગની સિલ્કની સાડી પહેરીને તે ઇવેન્ટ માં તૈયાર થઇ હતી. નીતા અંબાણીનો દેખાવ સંપૂર્ણ રીતે સુશોભિત હતો .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.