હજારો લોકો ના ઘર બનાવી આપતા ખજુરભાઈ નુ ઘર કેવુ છે ?? જુવો તસ્વીરો અને જાણો ક્યા…

આજના સમયમાં નીતિનભાઈ જાનીને કોણ નથી ઓળખતું બલકે તેને કોઈ ઓળખની જરૂર પણ નથી તે તેના કાર્યોને લીધે ખુબજ ચર્ચામાં બની રહેતા હોઈ છે. હાલમાં પણ નીતિનભાઈ જાની ગરીબ અને નિસહાય લોકોનો સહારો બનીને સામે આવ્યા છે. નીતિનભાઈ હમેશા તેનાથી બને તેટલું કામ કરીને ગરીબોની ખુબજ મદદ કરતા હોઈ છે. નીતિન જાની તેની ટીમ સાથે એક ગામ થી બીજા ગામ ફરીને નિસહાય અને ગરીબ લોકોની ખુબજ મદદ કરતા જોવા મળે છે. તો આવો આજે તમને નીતિન જાનીના ઘર વિષે માહિતી જણાવ્યે.

નીતિન જાની પોતે એક જાણીતા અને લોકપ્રિય યુટ્યુબર છે. તેમજ પોતાની કોમેડીથી લોકોને પેટ પકડી પકડીને હસાવનાર નીતિન જાનીના વ્યક્તિત્વની બીજી બાજુ ઉજાગર થઈ છે. નીતિનભાઈ જાની પોતે બારડોલીના બાબેન ગામના રહે છે. ત્યાં પોતાનું ખુબજ સુંદર બંગલો ધરાવે છે. લેક સીટીમાં ખુબજ હાઈફાઈ બંગલોમાં નીતિનજાની મોટા ભાઈ અને સાથી કલાકાર તરુણ જાની તેમજ પરિવાર સાથે રહે છે. નીતિન જાનીનો એક ઘર પુનામાં પણ આવેલું છે. જ્યાં તેમના પત્ની રહે છે. જે પુનામાં આઈટી પ્રોફેશનલની નોકરી કરે છે,

નીતિનભાઈ જાનીની વાત કરીએ તો તેનો જન્મ ૧૯૮૫માં જન્મ થયો હતો. તેમના પિતા કથાકાર હતા. તેમણે સુરતમાં ૧૨ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેમજ પરિવારમાં ચાર ભાઈઓ અને ત્રણ બહેનો છે. ત્યારબાદ સમગ્ર પરિવાર સુરતથી બારડોલી સ્થાયી થયો હતો. તેમજ આઈટી કંપની નોકરી દરમિયાન વર્ષ ૨૦૧૨માં ટીવી શો બિગબોસમાં પણ કામ કરવાનો મોકો મળ્યો હતો. નીતિન જાની શરૂઆતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ક્રાઉડ મેનેજમેન્ટ, પ્રોડક્શન અને આઈટીનું નામ જોતા હતા. બાદમાં તેમણે , લેખક તરીકે સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત કરી હતી.

ત્યાર પછી તેમણે જીગલી ખજૂરના વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. જીગલી ખજૂરના વીડિયોને અંદાજથી વધુ સફળતા મળી હતી. અને લોકો આ વિડીઓ જોઈ ખુબજ સારો રીસપોન્સ આપી રહ્યા હતા. આમ એક સમયે ફેસબુક અને યુટ્યુબમાં ખજુર જીગલીનાં વિડીયોએ ધમાકો મચાવ્યો હતો. અને થોડા સમય પછી  ખજૂર-જીગલીમાંથી જીગલનો રોલ કરતાં ધવલ દોમડિયા નીતિન જાનીથી અલગ થઈ ગયા હતા. જે પછી નીતિન ભાઈ જાનીએ નવી ટીમ બનાવીને પોતાના વિડીઓ શરુ રાખ્યા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.