સુ વાત છે ! DTC બસ ચલાવનાર પિતાની દીકરી બની IAS ઓફીસર તેની સફળતા પાછળ નું કારણ હતું કે …

હાલમાં દીકરીઓ ખુબ નામ આગળ કરતી જોવા મળી છે હવે દીકરીઓ ને પણ દીકરા ની  જેમ જ ગણવામાં આવે છે તેને  પણ તમામ સપના જોવાનો અઘીકાર છે અને  તે સપના પુરા કરવા ની હિંમત પણ કરતી રહી છે દરેક દીકરી પોતાની મહેનત અને લગ્નના કારણે દુનિયામાં પોતાની ઓળખાણ ઉભી કરવા માંગતી હોય છે આવું જ આજે આપડે એક કિસ્સો જોવા જઈ  રહ્યા છે જેમાં એક દીકરી IAS ઓફીસર બની તેના માતા પિતા તથા ગામનું નામ રોશન કર્યું છે .આ કિસ્સો દિલ્લીની યુવતી નો છે જેને UPSC માં ટોપ કર્યું છે .

યુનિયન પબ્લિક સર્વિસ કમીશન અને સિવિલ સર્વિસ ( UPSC ) પરીક્ષા ૨૦૨૧ નું ફાયનલ પરિણામ ગયા મહિનામાં જ આવ્યું હતું અને ૬૮૫ ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી હતી જેમાં દિલ્લી ની શ્રુતિ શર્મા એ ટોપ કર્યું હતું .ડર વરસે લાખો લોકો આ પરીક્ષા આપતા હોય છે જેમાંથી થોડાક જ લોકો UPSC માં સફળતા મેળવી સકતા હોય છે અને આ સફળતા મેળવવા તેમણે ઘણી મહેનત કરવી  પડતી હોય છે

હા એમાં પણ ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે જે સરળતાથી સફળ થઇ જાય છે આવા જ એક હરિયાળામાં રહેવાસી પ્રીતિ હુંડા ની છે જેને UPSC પરીક્ષામાં તૈયારીની સાથે મસ્તી મજાક પણ કરતીઅને ફિલ્મો પણ જોઈ હતી છતા તેણે પાસ કરી આ પરીક્ષા .હરિયાળાના બહાદુરગઢ ની રહેવાસી પ્રીતિ હુડ્ડા એ હિન્દી મીડીયમમા પેપર અને ઈન્ટરવ્યુ આપી UPSC પરીક્ષામાં ઉતીર્ણ થઇ હતી .ત્યાર બાદ તે IAS બની .

હા પરંતુ તેના માટે  આ  સરળ નહોતું કેમકે તેના પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી પ્રીતિ ના પિતા દિલ્લી પરિવહન નિગમ ( DTC ) માં બસ ચલાવતા હતા .અને તેમની  કમાઈ પર જ પરિવારનો ખર્ચો કાઢવામાં આવતો હતો .પ્રીતિ હુડા ભણવામાં બહુ હોશિયાર નહોતી અને તેણે ૧૦ માં  ધોરણમાં  ૭૭ % અને ૧૨ માં ધોરણમાં ૮૭ % જ મેળવ્યા હતા .

ધોરણ ૧૨ પછી તે લક્ષ્મી બાઈ કોલેજ થી હિન્દીમાં ગ્રેજ્યુએટ કર્યું ત્યારે તેણે ૭૬ % આવ્યા હતા . ત્યાર પછી તેણે જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી  (JNU )માં હિન્દી માં જ એમ .ફિલ અને PHD કરી .પ્રીતિ હિન્દા એ ક્યારેય પણ સિવિલ સર્વિસમાં જવા વિષે વિચાર નહોતો કર્યો . તે જણાવે છે કે તેના પિતાનું સપનું હતું કે તે IAS બને  . જયારે પ્રીતિ એ JNU માં એડમીશન લીધું ત્યારે તેને  UPSC પરીક્ષા વિષે માહીતી મળી .

ત્યાર બાદ તેણે આ ની તૈયારી કઈ રીતે કરવી એના વિષે માહિતગાર થઇ , ત્યાર બાદ એમ . ફિલ કર્યા  પછી તેણે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરુ કરી . પ્રીતિ હુડા એ UPSC પરીક્ષા માટે તેણે અલગ જ આયોજન કર્યું હતુઈ તે પરીક્ષાની તૈયારી સાથે મસ્તી પણ કરતી અને ફિલ્મો પણ જોતી  તે જણાવે છે કે સતત ૧૦ કલાક વાંચવાના બદલે થોડું નવી દિશામાં વિચારતા થવું જોઈએ તેનું માનવું છે કે તૈયારીની સાથે મસ્તી પણ જરૂરી છે .

આત્મવિશ્વાસ ની સાથે ધીરે ધીરે સિલેબસ પૂરો કરવો જોઈએ અને બહુ બધી પુસ્તકો વાંચવાના બદલે જે પુસ્તક વાચી છે તેનું રીવીઝન કરવું  વધારે જરૂરી છે .તે કહે છે કે તૈયારીની સાથે  ફિલ્મો પણ જોવાય પરંતુ તેના માટે એક બેલેન્સ રાખવું પણ જરૂરી છે .

પ્રીતિ હુડા જનાવે છે કે જયારે UPSC નું પરિણામ આવ્યું ત્યારે તેના પિતા નોકરી પર ગયા હતા. DTC બસ ચલાવી રહ્યા હતા . જયારે પ્રીતિ એ ફોન કરીને તેના પિતાને UPSC પરીક્ષા પાસ કરવાની ખબર આપી તો તે બહુ જ ખુશ થઇ ગયા .પ્રીતિ એ જણાવ્યું કે , પિતા ક્યારેય મોઢા પર તારીફ કરતા નથી પરંતુ તે દિવસે તેમણે પહેલી વાર પ્રસંસા કરી અને કહ્યું કે “સાબાસ મારા દીકરા હું બહુ ખુશ છુ .”

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.