પિતાએ ખરાબ સંગત ને કારણે દીકરાને ઠપકો આપ્યો પછી દીકરા એ જે કર્યું તે…જાણો પૂરી વાત
હાલ તમને ખબરજ હશે કે રાજ્યમાં અને દેશમાં આપઘાતના મામલા સામા આવતા હોઈ છે. અને તેની પાછલનું કારણ પણ ઘણી વાર ખબર હોતી નથી અને ક્યારેક કારણ સામું આવે છે તો વળી સમય નીકળી ગયો હોઈ છે અને જે-તે વ્યક્તિ આપઘાત કરી તેનો જીવ ગુમાવી બેઠયો હોઈ છે. જે પછી પરિવારમાં માતમનો માહોલ છવાઈ જાઈ છે. આજે તમનેપણ એક એવાજ આપઘાત વિષે જણાવીએ.
આ મામલો સુરત જીલ્લાના કાપોદ્ર ગામનો છે. જ્યાં એક ધોરણ ૧૨ કોમર્સ માં અભ્યાસ કરતો છોકરાને બાઈક ચોરીના ના મામલે પોલીસ સ્ટેશનએ પૂછપરછ માટે બોલાવ્યા બાદ તેના પિતા એ ખરાબ સંગત ને લીધે ઠપકો આપ્યો હતો. ત્યાર બાદ વિદ્યાર્થીએ નાની વરાછા પાસેના રીવર બ્રીજ પરથી પડતું મુક્યું હતું. તારીખ ૨૧મીએ ઘરેથી નીકળ્યા બાદ પડતું મુકનાર વિદ્યાર્થીનો સોમવાર બ્રીજ પાસેથી જ મૃતદેહ મળ્યો હતો.
અમરેલીના મોટાલીલીયા તાલુકાના સેઢાવદર ગામના વતની અને કાપોદ્રા ભગવતીકૃપા સોસાયટીમાં રહેતા હસમુખભાઈ પાનસુરીયા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમનો ૧૭ વર્ષ નો દીકરો જેનું નામ જેનીશ જે ઘર નજીકજ શુભલક્ષ્મી વિદ્યાલય ધોરણ-૧૨ કોમર્સ માં અભ્યાસ કરતો હતો. તા.૨૧મી ના રોજ જેનીશ ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો. નાનાવરાછા કલાકુંજ પાસેથી નવા બ્રીજ પર પહોચી તાપીમાં પડતું મુક્યું હતું. કોઈ બાઈક ચાલક ની નજર પડતા તરતજ તેને ફાયરબ્રિગેટ અને પોલીસ ને જાણ કરી હતી. પરંતુ ફાયરબ્રિગેટ ની શોધખોળ માં જેનીશ નો પત્તો લાગ્યો નો હતો.
બીજી બાજુ એ જેનીશ નાં પરિવારે પણ તેનો દીકરો ઘરે નો પહોચતા શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો નો લાગતા પછી તેઓના પરિવારે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાન સોમવાર સવારે તાપીમાંથી જેનીશનો મૃતદેહ મળ્યો હતો. આમ જેનીશે તેમના પિતા નાં ઠપકા ને કારણે આ પગલું ભર્યું હશે. તે તેના પિતા જણાવતા હતા તેમજ તેના પિતા એ કહ્યું કે જેનીશે હાલ ૧૨ ની પરિક્ષા પણ આપી હતી તેના પરિણામ ની ચિંતામાં પણ આ પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.