શું વાત છે! ફ્રાન્સની યુવતી ભારતના દેશી છોકરાના પ્રેમમાં લટ્ટુ થઇ ગઈ, પ્રેમમાં પડી ત્યારે યુવતીને આ વાત ખુબ ગમી…

કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે હાલમાં એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં એક એક ફ્રેન્ચ વિદેશી છોકરી અને ભારતીય છોકરાની પ્રેમ કહાની. બંનેએ એક બીજા સાથે પ્રેમ થઇ ગયા બાદ લગ્ન બંધનમાં બંધાયા છે. આવો તમને આ પુરી કહાની વિગતે જણાવીએ.

વાત કરવામાં આવે તો આ કહાનીમાં એક ભારતીય છોકરો મધ્યપ્રદેશના રાજગઢનો રહેવાસી છે. તો વળી જે યુવતી છે તે ફ્રાન્સની છે. જેમાંથી ભારતીય છોકરાનું નામ નિતેશ અગ્રવાલ છે. તેમજઅને છોકરીનું નામ ઓરીયન પ્રોથ છે. બંનેની લવસ્ટોરી આજકાલ ખુબજ ચર્ચાનો વિષય બની ચુકી છે. જો તમને જણાવીએ તો નિતેશ અગ્રવાલ રાજગઢના કુરાવરનો રહેવાસી છે. થયું એવું એવું હતું કે વર્ષ 2013માં નિતેશ ઉચ્ચ શિક્ષણ માટે મોન્ટ્રીયલ સ્ટેટ, કેનેડા ગયો હતો. અહીં તે વિદેશી યુવતી ઓરિઅન પ્રોથને મળ્યો. બંને વચ્ચે મિત્રતાનો સારો સંબંધ બંધાયો હતો. અને ધીરે ધીરે બંને વચ્ચેની આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જે પછી તેઓના અભ્યાસ બાદ નિતેશને કેનેડામાં જ નોકરી મળી ગઈ હતી.

આમ જે બાદ તેણે બેંકમાં કામ કરવાનું શરૂ કર્યું અને ત્યાં જ રહેવા લાગ્યો. દરમિયાન ઓરિઅન પ્રોથ સાથે તેનો પ્રેમ પ્રકરણ પણ ચાલતો હતો. તાજેતરમાં બંનેએ આખરે તેમના સંબંધોને નવું નામ આપવાનું મન બનાવી લીધું હતું. બંનેએ તેમના પ્રેમી-પ્રેમિકા સંબંધને પતિ-પત્નીના સંબંધમાં બદલી નાખ્યો. બંનેએ લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. નિતેશ સાથે લગ્ન કરવા માટે, ઓરિઅન તાજેતરમાં લગભગ 11,500 કિલોમીટરની મુસાફરી કરીને ભારત આવી હતી. તે તેના પરિવાર અને મિત્રો સાથે રાજગઢના કુરાવર પહોંચી હતી. જ્યારે ઓરિઅનના માતા-પિતાએ નિતેશના લગ્ન માટે મંજૂરી આપી હતી જે બાદ નિતેશના પરિવારે પણ આ સંબંધને મંજૂરી આપી દીધી હતી.

આમ આ સાથે જો વાત કરવામાં આવે તો .નિતેશ અગ્રવાલના પ્રેમમાં ઓરિઅન હિન્દુ બની ગયો હતો. તેણીએ સનાતન ધર્મ અપનાવ્યો અને હિંદુ ધર્મ અનુસાર સાત ફેરા લીધા પછી નિતેશ સાથે લગ્ન કર્યા. 25 નવેમ્બરના રોજ, દંપતીએ કુરાવરમાં હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા. ઓરિએને કહ્યું, “હું પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા પતિને દરેક ક્ષણે સાથ આપીશ”. ઓરિઅનના પિતા જીન ક્લાઈડ અને માતા કોલીન ભારતીય સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત છે. ઓરિઅનના માતા-પિતાએ ભારતીય સંસ્કૃત અને પરંપરાને નજીકથી જાણવા માટે પુસ્તકો, અખબારો, ટીવી સમાચાર વગેરેનો સહારો લીધો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *