UP ના રોડ પર ભીખ માંગતા ભીખારીને જયારે પત્રકારે પૂછ્યું ક્યાના છો? તો જવાબ માઁ વૃદ્ધ બોલ્યો I AM FROM GUJRAT… સાંભળી પત્રકારના હોશ ઉડી ગયા અને પછી…

વ્યક્તિને જીવનમાં ઘણી વખત એવી મુશ્કેલી કે દુઃખ આવી પડતું હોઈ છે જેના લીધે તે આગળ શું કરે છે કે શું કરવા જઈ રહ્યો છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ તેણે પછી તેના જીવનમાં જે દુઃખ કે મુશ્કેલી આવી પડી છે તેનો ખુબજ સદમો લાગી જતો હોઈ છે અને માનસિક રીતે તે જીવનમાં હારી જતો હોઈ છે. તેમજ ઘણી વખત તમે જોયું હશે કે કોઈ વ્યક્તિ મુશ્કેલીના કારણે ખુબજ ડિપ્રેશનમાઁ આવી જતો હોઈ છે. તેના લીધે તે જે કરવા જઈ રહ્યો હોઈ ચાર ત તેણે પણ ખ્યાલ હોતો નથી. હાલ ખુબજ ચોકાવનારી ઘટના સામી આવી રહી છે ગુજરાત નો વવૃદ્ધ UP માંથી મળી આવતા લોકોના હોશ ઉડી ગયા છે. આવો તમને સમગ્ર ઘટના જણાવીએ.

ઉત્તરપ્રદેશના એટા શહેરમાં એક વૃદ્ધ આમ-તેમ ભટકી રહ્યા હતા. રોડ પર જ્યાં જગ્યા મળે ત્યાં ઊંઘીને રાતો પસાર કરતા હતા. લોકો પાસે ભીખમાં જે મળે એ ખાયને પેટનો ખાડો પૂરતા હતા. ચીંથરેહાલ આ વૃદ્ધ પર એક પત્રકારની નજર પડી. તેમણે વૃદ્ધને પૂછ્યું- ‘ક્યાંના છો?’ વૃદ્ધે કડકડાટ ઈંગ્લિશમાં સામે જવાબ આવ્યો ‘આઈ એમ ફ્રોમ ગુજરાત’. ભિખારીનો જવાબ સાંભળી બે ઘડી તો પત્રકાર છક થઈ ગયો. ઉઘાડા પગ તથા ગંદા અને તૂટેલાં-ફાટેલાં કપડાંમાં વૃદ્ધને ફાકડું ઇંગ્લિશ બોલતા જોઈ પત્રકારે વધુ વાતચીત કરી, જેમાં વૃદ્ધે પોતાની વિશે જે વાત કરી એ સાંભળી પત્રકારને પહેલા તો વિશ્વાસ જ ન થયો. અને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ.

આ દરમિયાન પત્રકાર અને વૃદ્ધ વચ્ચે વાતચીત બાદ વૃદ્ધ નવસારીના ચીખલી તાલુકાના વતની અને બેંકના રિટાયર્ડ જનરલ મેનેજર હોવાનો ખુલાસો થયો હતો, જેમની માનસિક સ્થિતિ બરોબર નહોતી. બાદમાં વૃદ્ધની જાણ સ્થાનિક એટા પોલીસ તેમજ ચીખલી પોલીસને કરવામાં આવી હતી, જેની તપાસમાં આ ગુમ થયેલી વ્યક્તિ ચીખલીના રાણવેરી નામના વતની દિનેશભાઈ પટેલ હોવાનું સામે આવ્યું હતું, જેઓ છેલ્લા ચાર મહિનાથી ઘરેથી ગુમ થઈ ગયા હતા.

આ અંગે દિવ્ય ભાસ્કરે ગુમ થયેલા દિનેશભાઈના પિતરાઈ અનિલભાઈ સાથે વાત કરી હતી. જેમણે કહ્યું હતું કે દિનેશભાઇ પટેલ મૂળ ચીખલી તાલુકાના રાણવેરીખુર્દ ગામના માહ્યવંશી મોહલ્લાના રહેવાસી છે. તેઓ Msc ભણેલા છે. તેઓ ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં જનરલ મેનેજર હતા અને દક્ષિણ ભારતમાં ચેન્નઈ, હૈદરાબાદ સહિતનાં સ્થળોએ નોકરી કરી ચૂક્યા છે. વર્ષ 2009માં હૈદરાબાદથી રિટાયર થયા હતા. બાદમાં પત્ની સાથે મુંબઈ ખાતે રહેતા હતા. થોડા સમયના અંતરમાં તેમના બે જુવાન પુત્રો અકસ્માતમાં મૃત્યુ પામતાં દિનેશભાઈની માનસિક રીતે પરેશાન થઇ ગયા હતા. ઉપરાંત રિટાયર બાદ થોડી એકલતા પણ અનુભવવા લાગ્યા. એ પછી દિનેશભાઇ પોતે રાણવેરી ગામમાં રહેવા આવી ગયા હતા, જયારે તેમનાં પત્ની મુંબઈમાં જ રહેતાં હતાં.

અનિલભાઈએ આગળ કહ્યું, દિનેશભાઈ નિવૃત્ત માણસ છે અને મુસાફરી કર્યા જ કરે છે. રોજ આજુબાજુનાં સ્થળોએ ફરવા જાય છે. ક્યારેક ટૂરમાં પણ જઈ આવતા હતા. એ માર્ચમાં ગુમ થયા હતા. પહેલા અમને થયું કે ક્યાંક ફરવા ગયા હશે, પણ અઠવાડિયું- પંદર દિવસ થઇ ગયા છતાં પાછા ન આવતાં નજીકના પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ગઈ 2 જુલાઈએ ચીખલી પોલીસ સ્ટેશનમાંથી અમારી પર ફોન આવ્યો કે એટા પોલીસે જાણ કરી છે કે દિનેશભાઈ ઉત્તરપ્રદેશમાંથી મળી આવ્યા છે. અમે તેમને લેવા એટા પહોંચ્યા. એટા પોલીસ સ્ટેશનમાં મને જોતાં જ દિનેશભાઈ આનંદમાં આવી ગયા હતા.

સ્થાનિક મીડિયાના કર્મચારી ચંચલ લોઢ સાથે વાત થઈ હતી. તેમણે કહ્યું હતું કે યુપીના એટા શહેરમાં જિલ્લાસદનની ઓફિસની નજીકમાં જ આવેલી માય પેલેસ નામની હોટલની બહાર દિનુભાઈ ઉર્ફે દિનેશભાઈ પટેલ રહેતા હતા. ત્યાંના એક સ્થાનિક વ્યક્તિએ અમને જાણ કરી હતી કે એક વ્યક્તિ ફરે છે, જે ભણેલી લાગે છે, જેથી મેં ત્યાં પહોંચીને તેમની સાથે વાત કરી. તેમને પૂછ્યું, ‘તમે અહીં શું કરો છો’ તો તેમણે કહ્યું ‘એમ જ ફરવા આવ્યો છું.’ મેં પૂછ્યું, ‘કોણ લઈને આવ્યું?’ તેમણે અલગ અલગ જવાબો આપ્યા અને અજીબ વ્યક્તિનું નામ લઈને બોલ્યા કે ‘એ ગાડીમાં બેસાડીને મને છોડી ગયા.’ પત્રકાર ચંચલ લોઢ તેમની સાથે ચારથી પાંચ કલાક રહ્યા હતા. અને એ દરમિયાન વૃદ્ધે પોતાનું નામ, રહેઠાણ અને પોતે જનરલ બેન્ક મેનેજર હોવાનું કહ્યું હતું.

દિનેશભાઈ જ્યારે 6 જુલાઈ બુધવાર રાત્રે જ્યારે ત્રણ મહિના પછી ગામમાં પહોંચ્યા તો ગામના લોકોએ ફૂલહારથી તેમનું સ્વાગત કર્યું હતું. પિતરાઈ અનિલભાઈએ પોલીસનો આભાર માન્યો હતો. પિતરાઈ અનિલભાઈએ ઉમેર્યું હતું કે ઉત્તરપ્રદેશથી ઘરે આવ્યા બાદ દિનેશભાઈ સતત ઊંઘ્યા જ રાખે છે. દિનેશભાઈના પરિવારમાં તેમનાં પત્ની, તેમનો નાનો ભાઈ, તેની પત્ની તેમજ દીકરી છે, જે મુંબઈ ખાતે રહે છે. દિનેશભાઇ મળી આવ્યાની જાણ થતાં તેઓ પણ હવે મુંબઈથી વતન ખાતે આવવા નીકળી ગયાં છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *