અમદાવાદમા એક શિક્ષક નિવૃત્ત થતા તેમની વિદાય એવી ધૂમધામ થી ભવ્ય રીતે કરવામાં આવી કે લોકોના તો હોંશ ઉડી ગયા …
એક શિક્ષકને પણ માતા પિતા ની જેમ જ આદર અને સન્માન આપવામાં આવતું હોય છે કારણ કે માતા પિતા પછી એક શિક્ષક જ હોય છે જે બાળકોને સારા નસરાની બાબતો અંગે જણાવતું હોય છે અને બાળક આગળ તરક્કી કરે એમ ઈચ્છતા હોય છે દરેક શિક્ષક નો દરજ્જો માતા પિતા પછી તરત આવતો હોય છે. સામાન્ય રીતે આથી જ જ્યારે પણ કોઈ શીક્ષક નિવૃત્ત થાય તો બાળકો રડી રડતા હોય છે અને શિક્ષક પણ ભાવવિભોર બની જાય છે.જ્યારે પણ કોઈ શિક્ષક નું વિદાય થાય ત્યારે વિદ્યાર્થીઓમાં ઉદાસી છવાઈ જાય છે .
હાલમાં અમદાવાદનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં શિક્ષકની નિવૃત્તિ પર તેમની વિદાય ધામધૂમથી વાજતે ગાજતે કરવામાં આવી છે .આ કિસ્સો અમદાવાદનો છે કે જ્યાં અમદાવાદની દરિયાપૂરની સરકારી શાળાના શિક્ષકની વિદાઈ ધામધૂમથી ફટાકડા ફોડીને કરવામાં આવી છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારોમાં આવેલી જે .પી. હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી કરતા સંગીતાબેન આજરોજ નિવૃત્ત થયા હતા અને આથી તેમનો વિદાય નો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.
પોતાના જીવનના ૩૪ વર્ષ તેમને શિક્ષણ ને આપ્યા હતા.તેમને ૩૪ વર્ષ આ શાળાના વિદ્યાર્થીઓને ભણાવીને અમૂલ્ય યોગદાન આપ્યું હતું.આથી શાળા પરિવારના દરેક લોકોએ તેમને હાર પહેરાવી અને બુકે આપીને ભવ્ય વિદાય આપી હતી. આ સાથે જ શિક્ષિકા સંગીતાબેન ના વિદાય સમારંભ માં નાચગાન અને ફટાકડા ફોડીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી.આ અંગે સંગીતાબેન કહ્યું હતું કે તેઓ ક્યારેય પણ આ શાળાને અને તેની સાથે જોડાયેલા સંસ્મરણોને ક્યારે પણ ભૂલી નહિ શકે. આ સ્કૂલ મારી કર્મભૂમિ છે આ સ્કૂલે મને શિક્ષકની સાથે સાથે એક સારી એન્કર પણ બનાવી છે.