જામનગર માં કિંજલ દવે એ જયારે આ ગીત ગાયું તો તેના પર કર્યો લોકો એ પૈસાનો વરસાદ જુવો વિડીયો

હાલમાં તો બધે પુષ્પા જ ચાલી રહ્યું છે જ્યાં જોવો ત્યાં નાના બાળકોથી લઈને યુવાનો પણ પુષ્પા ના દીવાના થઇ ગયા છે કેમ ન થાય તે ફિલ્મ જ એવી સરસ છે કે લોકો જોયા વીના રહી જ ના સકે સાઉથ ની આ ફિલ્મે ભારતમાં પણ ખુબ ધૂમ મચાવી હતી . તમામ લોકો શ્રીવલ્લી ના જ ગુણગાન  ગાતા હોય છે આ ગીતે તો લગ્નો માં પણ ખુબ મોજ પાડી દીધી હતી. પુષ્પા ફિલ્મે ભારતમાં બહુ કમાણી કરી અને સાથે લોકોના દિલ પણ જીતી લીધા હતા .

જ્યારથી પુષ્પા ફિલ્મ રીલીઝ થઇ ત્યારથી દરેક લોકોમાં પુષ્પાનું  જ ભૂત જોવા મળતુ  હોય એવું લાગી રહ્યું છે. સિનેમા ઘરોમાં ભલે પુષ્પા ફિલ્મ ઉતરી ગઈ પરંતુ લોકોના દિલમાં થી હજુ ગઈ નથી . આ ફિલ્મમાં ‘ઝુકેગા નહિ સાલા’ અને ‘શ્રીવલ્લી ’ગીતે લોકોના હૈયે વસી ગયું છે . ત્યારે હાલમાં જ ગુજરાતી લોકપ્રિય ગાયક કલાકારે તેના લોકડાયરામાં ગુજરાતીમાં શ્રીવલ્લી સોંગ ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કિંજલ દવે ને કોણ નથી ઓળખતું . તે તો ગુજરાતી કોયલ તરીકે ઓળખાય છે અને દેશ વિદેશમાં તો તેના ગીતો અને ભજનો રમઝટ  બોલાવી લોકોને નાચવા મજબુર કરી દે છે . હાલમાં જ ઈનસ્ત્રાગ્રામ માં તેમણે જામનગરમાં યોજવામાં આવેલ શ્રીમદ્ ભાગવત કથામાં યોજાયેલ દાંડિયા નાઈટ કાર્યક્રમ ની માહિતી આપી હતી . કિંજલ દવે પોતાના પિતા સાથે અમદાવાદથી પ્રાઇવેટ જેટની સફર કરીને જામનગર પહોચી હતી .

અહી જામનગરના પ્રદશન મેદાનમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ને અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી . સુપ્રસિદ્ધ લોક સાહિત્ય કાર ,લોકગાયકો  વગેરે ને જામનગર ના  મહેમાન બનીને તેમની કલાકૃતિ મંચ પર રજુ કરી હતી . સતત ૫ દિવસ સુધી દરેક કલાકારો પર નોટોનો વરસાદ થયો હતો . તેમાય ખાસ કરીને કીર્તીદાન ગઢવી અને કિંજલ દવે એ ખુબ મોજ કરાવી હતી .

એમાં પણ જયારે કિંજલ દવે એ સાઉથ ની ફિલ્મ પુષ્પા નું શ્રીવલ્લી  ગીત ગાયું ત્યારે ગુજરાતીમાં તે સોંગ ગાતી વખતે  કિંજલ દવે એ પુષ્પરાજની સ્ટાઇલ માં પોતાની દાઢી નીચે હાથ ફેરવી ને સૌ કોઈને ચકિત કરી દીધા હતા .કિંજલ નો  આ અંદાજ લોકો ને ખુબ ગમ્યો હતો અને તે વિડીયો સોશિયલ મીડિયા પર હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે . ઇન્સ્ત્રાગ્રામ પર શેર કરેલો આ વિડીયો માં જોઈ શકો છો કે કિંજલ નો કઈક નવો જ અંદાજ જોવા મળ્યો છે . મહત્વની વાત એ છે કે આ કાર્યક્રમમાં નોટનો વરસાદ થયો હતો જે જામનગર ના ઇતિહાસમાં પહેલીવાર બન્યું હશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *