માં નિવૃત્ત થઈ તો દીકરાએ તેમનું એવું વાજતે ગાજતે સ્વાગત કર્યું કે લોકો જોતા રઈ ગયા અને ૪ લાખનો ખર્ચ કરી હેલિકોપ્ટર માં….જુવો તસવીરો

માતા પિતા પછી જો કોઈ હોય કે જેને બાળકોના ભવિષ્ય વિશે ચિંતા હોય તો તે છે શિક્ષક. જે બાળકના માતા પિતા પછી તરતનું સ્થાન ધરાવે છે કેમકે માતા પિતા પછી શિક્ષક જ હોય છે જે બાળકોને શિક્ષણ ની સાથે સંસ્કાર અને સમજણ આપવાનું કામ કરતા હોય છે.દરેક સફળ થનાર વ્યક્તિની પાછળ તેના શિક્ષક નો હાથ પણ જોવા મળે છે.જ્યારે શિક્ષક નિવૃત્ત થયા ત્યારે તે બહુ જ દુઃખ અનુભવતા હોય છે. કેમકે કેટલા વર્ષો તેમને આ નોકરી ને આપ્યા હોય છે. જેની એક ટેવ પડી જતી હોય છે. નિવૃત્તિ સમયે દરેક શિક્ષકને પરિવારની વધારે જરૂર પડે છે. અને તેમના સહકારની જરૂર હોય છે

હાલમાં જ એક એવું ઉદાહરણ સામે આવ્યું છે જેમાં માતા શિક્ષક છે અને જ્યારે તે નિવૃત્ત થાય છે તો દીકરી તેનું એવું ભવ્ય સ્વાગત કરે છે કે માતાની આંખો આંસુથી છલકાઇ જાય છે. આ ઘટના અજમેરની છે.જ્યાં શિક્ષક માતા નિવૃત્ત થઈ તો દીકરાએ વાજતેગાજતે માતાને હેલિકોપ્ટર માં ઘરે પરત લાવ્યો અને ઢોલ નગારાં સાથે માતાનું ભવ્ય સ્વાગત કર્યું અને લગભગ ૧૦ મિનિટનું હવાઈ સફર કરવા માટે તેણે ૪ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો.હાલમાં તો આ દીકરો એન્જિનિયર છે જે અમેરિકામાં જોબ કરે છે.૩૨ કિલોમિટર માં આ સફરમાં તેના પિતા અને બે બહેનો પણ ભાગીદાર બની હતી.આખા વિસ્તારના લોકોએ તેમનું સ્વાગત કર્યું.

શનિવારે રાજકીય ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય કેસરપૂરા પિસાંગણ થી શિક્ષક સુશિલા ચૌહાણ ( ૬૦) નિવૃત્ત થયા હતા.સ્કુલથી ઘરે જવા માટે દીકરા યોગેશ ચૌહાણ એ હેલિકોપ્ટર ભાડેથી મંગાવ્યું હતું.બપોરના લગભગ ૨ વાગે સ્કૂલના મેદાનથી હેલિકોપ્ટર એ ઉડાન શરૂ કરી હતી. હેલિકોપ્ટર માં સુશીલા સાથે પતિ રમેશચંદ્ર, દીકરો યોગેશ અને દીકરીઓ કવિતા અને દીપિકા ચૌહાણ સાથે હતા. પીસાંગણ થી ઉડાન ભરી હેલિકોપ્ટર અજમેર ના તોપડદા સ્કૂલ ગ્રાઉન્ડ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.જ્યાં ગામ લોકોની ભીડ જામી હતી.અને ફૂલ વરસાવીને સુશીલાબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તોપદડા સ્કૂલની પાસે જ સુશીલાબેન નું ઘર આવેલું છે.

યોગેશ ચૌહાણે જણાવ્યું કે અમેરિકામાં ૩ ઓગસ્ટ ૨૦૨૦ માં દીકરી શગુન ચૌહાણે જન્મ લીધો હતો.માં બહુ જ ખુશ હતી પરંતુ અફસોસ છે કે માતા અને મારી દીકરી હજુ સુધી એકબીજાને મળ્યા નથી.માતા હંમેશા ફોન પર કહેતી કે જ્યારે પહેલીવાર શગુન હિન્દુસ્તાન આવશે તો હું તેને જયપુર એરપોર્ટ થી અજમેર સુધી હેલિકોપ્ટર પર લઈને આવીશ.તે સમયે જ મે નક્કી કરી લીધું કે જ્યારે માતા નિવૃત્ત થાય ત્યારે હું તે સમયને યાદગાર બનાવીશ.સકુલથી તેમને ઘરે હેલિકોપ્ટર માં લઈને આવીશ.ઈશ્વરના આશીર્વાદ થી આજે આ સાચું થયું અને હું માતાને પ્રસન્ન કરવામાં સફળ થયો.લગભગ ૩ મહિના માટે હેલિકોપ્ટર ની ઓપચારિકતા પૂરી કરવા અને હેલિકોપ્ટર ને બુક કરતા થયા.

૩૩ વર્ષની સરકારી સેવા પછી નિવૃત થયેલ સુશિલાની આંખો આંસુથી છલકાઇ ગઈ. તેમણે જણાવ્યું કે મારો દીકરો હીરો છે. તેણે મને એવું ગિફ્ટ આપ્યું છે કે જે હું જીવન ભર ની ભુલું.મે તો સપનામાં પણ વિચાર્યું નહોતું. છતાં દીકરાએ આ કરી બતાવ્યું.એક બાજુ જ્યારે દીકરાને ખુશી આપી તો બીજી બાજુ મારે સ્કૂલ છોડવી પડી એ બહુ દુઃખની વાત થઈ.જ્યારે તોપદડા સ્કૂલના ગ્રાઉન્ડમાં હેલિકોપ્ટર ઉભુ કરવામાં આવ્યું તો ત્યાં ભીડ એકઠી થઈ ગઈ અને લોકો હેલિકોપ્ટર સાથે સેલ્ફી લેવા લાગ્યા.યોગેશ ચૌહાણે જણાવ્યું કે લગભગ ૧૭ વર્ષથી હું એન્જિનિયર ની જોબ કરું છું.વર્તમાનમાં તો હું યુએસ માં છું.તેમની સાથે સ્વીટી ચૌહાણ પણ એક એન્જિનિયર છે.તે પણ યુએસ ની એક કંપનીમાં જ જોબ કરે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *