જયારે વરરાજો મંડપ પહોચ્યો પછી કન્યા વિષે વાત મળતા તે ચોકી ગયો…જાણો શું હશે તે વાત
આ દિવસોમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લોકો ખુબજ ધૂમધામ થી લગ્ન કરી રહ્યા છે. તો કેટલાક એવા પણ લોકો છે જે મંડપ તો પહોચી જાય છે પણ લગ્ન થતા અટકી જાય છે. ઇન્દોર માંથી એક એવોજ મામલો સામો આવ્યો છે. અહ્યાના એમજી રોડ વિસ્તાર માં એક અલગજ કેસ બન્યો અને જે જોય લોકો પણ ચોકી ગયા હતા. આવો તમને તે વાત વિષે જણાવ્યે.
અહ્યા બુધવારની રાતે લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. વરરાજો ઉજ્જેન નો રહેવાસી હતો. તે લગ્ન લઈને ઇન્દોર પહોચી ગયો. અહ્યા ચીમનબાગ વિસ્તાર માં લગ્નની વિધિ થવાની હતી. અને તે દરમ્યાન એવું કાક થયું કે લગ્ન માં આવેલ વરરાજો અને બધા લોકો નાં હોશ ઉડી ગયા. અને પછી ઉજ્જેન થી આવેલી જાન ને દુલ્હન વગરજ પાછુ ફરવું પડ્યું. અને ખુશી ની જગ્યા એ ઉદાસીનું માહોલ છવાય ગયું.
ચીમનબાગ માં રહેવા વાળી છોકરી સાથે ઉજ્જેન ના છોકરા નાં લગ્ન નક્કી થયા હતા. બંને પરીવારે શાંતિ પૂર્વક લગ્ન ની બધીજ વીધીઓ નક્કી કરી હતી. છોકરો ટેબલ ટેનીસ નો કોચ હતો અને છોકરીના પરીવાર વાળા ઓ લગ્ન માટે રાજી થઈ ગયા અને પછી નક્કી થયું કે છોકરો લગ્ન લઈને ઇન્દોર આવશે. બંને પરીવારે નક્કી કર્યું હતું કે પહેલા ઘરમાંજ બપોર ના સમયે બંનેની સગાઈ થશે. અને પછી રાત્રે જ્યરે વરરાજો લગ્ન લઈને આવે ત્યાં સુધી જે સમય મળશે તેમાં છોકરી તેનો મેકઅપ કરી તૈયાર થય જશે અને લગ્ન ની વિધિ કરશે.
આમ પછી રાત્રે વરરાજો મંડપે લગ્ન કરવા પહુચે છે. દુલ્હનની રાહ જોતા જોતા મહુર્ત નો સમય નીકળતો જતો હતો અને વરરાજાના પક્ષ વાળા એ દુલ્હન નું પૂછ્યું તો કન્યા પક્ષ વાળા પહેલાતો ચુપ ચાપ રહે છે પછી જણાવતા કહે છે કે દુલ્હન મેકઅપ કરવા ગય પછી તે તેના પ્રેમી સાથે ફરાર થય ગય છે. અને એવાત સાંભળી લોકો ચોકી ગયા હતા અને વરરાજો ફરિયાદ નોધાવા માટે પોલીસ સ્ટેશન પહુચે છે ત્યાર બાદ પોલીસે બંને પક્ષ વાળા ને સમજાવે છે અને અંતે વરરાજાને દુલ્હન વગરજ ઘરે જવું પડે છે.