ફૂડ ડિલિવરી બોય જમવાનું લઈને મોડો પહોંચ્યો તો માલિકે એવુ વર્તન કર્યું કે તમે પણ ચોંકી જશો…જુવો વીડિયો
હાલમાં સોશિયલ મીડિયા ની દુનિયામાં અનેક વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો હસાવી જાય છે તો ઘણાં વીડિયો જોઈ લોકોને પ્રેરણા મલતી હોય છે તેમાં એવા પણ વીડિયો જોવા મળતા હોય છે કે જે જોઈ ઘણીવાર આપણે દંગ રહી જઈએ છીએ. ઇન્ટરનેટ ની દુનિયામાં અનેકો આવા વીડિયો રોજબરોજ જોવા મળતા હોય છે જેમાંથી ઘણા વીડિયો આપણને સાચી હકીકત જણાવી દે છે.હાલમાં દેશના વિકાસની સાથે સાથે લોકોના જીવન માં પણ અનેક પ્રકારના ફેરફાર જોવા મળે છે હાલમાં લોકો બહારનું જમવાનો કોઈ મોકો છોડતા નથી આથી લોકો ઘરે જ જમવાનું ઓર્ડર કરતા હોય છે.
અને તે સેવા આપવા ઝોમેટો સ્વિગિ જેવી ફુડ ડિલિવરી કરતા લોકો ને રોજગાર મલી રહે છે.આજે દરેક લોકો આ જમવાનું પહોચાડનાર વ્યક્તિ ના જીવન વિશે જાણવા માંગતા હોય છે.અને તેમની આ સેવા અંગે સરાહના કરતા હોય છે. હાલમાં જ એક સોશિયલ મીડિયા પર એક ફૂડ ડિલિવરી કરતા વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.જેમાં તે ફુડ ડિલિવરી કરતો વ્યક્તિ જ્યારે ડિલિવરી કરવામાં મોડું થાય છે તો માલિક તેની સાથે એવો વ્યવહાર કરે છે કે તમે ચોંકી જશો.સામાન્ય રીતે જ્યારે કોઈ ફૂડ ડિલિવરી કરતા વ્યક્તિ મોડા આવે તો આપને ગુસ્સે થઇ જઈએ છીએ.અને કેટલીય વાતો કહી દેતા હોઈએ છે.
પરંતુ દિલ્લીમાં એક વ્યક્તિએ ફૂડ ડિલિવરી હોય મોડા આવતા એવુ કર્યું કે તમે ચોંકી જશો. જ્યારે ફૂડ ડિલિવરી કરતો વ્યક્તિ મોડો પહોંચ્યો તો વ્યક્તિએ તેની આરતી ઉતારી હતી.હાલમાં આ વીડિયો બહુ જ મોટા પ્રમાણમાં લોકો જોઈ રહ્યા છે જેને અનેક લોકો પસંદ પણ કરી રહ્યા છે.આ વિડીયોમાં જોશો કે ફૂડ ડિલિવરી બોય દરવાજા પર પહોંચે છે.ઘણીવાર સુધી રાહ જોતા જણાય છે ત્યારે કસ્ટમર ઘરની અંદર થી આરતીની થાળી લઈને આવે છે.એટલું જ નહિ પરંતુ તેઓ બોલીવુડ નું પ્રખ્યાત ગીત આઈએ આપકા ઇન્તજાર થા ગીત શરૂ થઈ જાય છે.
અને ત્યાર પછી ડિલિવરી બોયને ચાંદલો કરીને સ્વાગત કરે છે.આ દરમિયાન ડિલિવરી બોય પણ બહુ જ સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે.તે ચાંદલો લગાડવા માટે હેલ્મેટ નીચે લઇ લે છે.અને આવું સ્વાગત જોઈ તે પણ હસી રહ્યા છે. વીડિયોની સાથે નીચે કેપષણમાં લખ્યું છે કે જ્યારે તમે તમારા જમવા માટે એક કલાક રાહ જોઈ સકો છો તો દિલ્લી ટ્રાફિક છતાં તમારો ઓર્ડર મળે છેવટે મહત્વનુ ગણાય છે. થેંક યુ .
View this post on Instagram