પિતાની વાત નું ખોટું માની ઘર છોડી ગયેલો દીકરો જયારે ઘરે પાછો આવ્યો તો જોનાર સૌ કોઈ નવાઈ પામ્યા કે….

કહેવાય છે આપણા જીવનના તમામ નિર્ણય આપણું નસીબ નક્કી કરે છે. જીંદગીમાં આગળ વધનાર કદમ આપણા જ હોય છે પરંતુ સફર તો આપણી નિયતિ જ નક્કી કરતી હોય છે કે આપણને ક્યાં રસ્તે આગળ વધારવા છે. જો તમને વિશ્વાસ ના હોય તો આ યુવાનની સંઘર્ષ ની કહાની જાણો જે એક ગરીબ પરિવારમાં જન્મેલો દીકરો થોડા વર્ષો માં જ પોતે અમીર બની ગયો. આ વાત ૨૦૦૭ ની છે પોતાના ૬ ભાઈ બહેનો માં તે ૪ થા નંબરે આવતો હતો જેનું નામ રીંકુ છે જે હરદોઇ ગામમાં રહેતો હતો. જે ભણવામાં ઓછો અને મસ્તીમાં બહુ જ હોશિયાર હતો. આજ કારણે તેને  હમેશા પોતાના પિતા તરફ થી ગુસ્સો જ મળ્યો હતો.

જેમાં પિતા નો ગુસ્સો પણ ઓછો ના થતો હતો કે નાતો રીંકુ ના તોફાન ઓછા થતા હતા. આ જ કારણે એક દિવસ તેના પિતા એ તેના પર બહુ જ ગુસ્સો કર્યો જેના કારણે રીંકુ એ એ કર્યું જેની કોઈ કલ્પના પણ ના કરી સકે. પિતા ની વાત નું ખોટું લગાવી રીંકુ ઘર છોડી ને ચાલ્યો ગયો. ૧૨ વર્ષના રીંકુ એ જયારે ઘર છોડ્યું હતું ત્યારે ઘરેથી જતી વખતે તેણે જુના કપડા પહેર્યા હતા. જયારે ૧૪ વર્ષ પછી એક હટતો કટ્ટો પાઘડી પહેરેલો યુવક ઘરે આવ્યો. મીડિયા રીપોર્ટ અનુસાર ઘરે થી ભાગી રીંકુ એક ટ્રેનમાં સવાર થઇ ગયો હતો .જેને હરદોઇ ના રીંકુ ને પંજાબના લુધિયાણામાં પહોચાડ્યો હતો, ત્યાં રીંકુ ને એક સરદારજી એ આશરો આપ્યો. રીંકુ એ તે સરદારજીના ટ્રાન્સપોર્ટ કંપની માં કામ કરવાનું શરુ કર્યું.

ઘરેથી ભાગેલો રીંકુ એ આ ટ્રાન્સપોર્ટ કંપનીમાં એ રીતે મન લગાવી ને કામ કર્યું કે આગળ જતા તે એક ટ્રક નો માલિક બન્યો. લુધિયાણામાં ટ્રક નો માલિક બનેલા રીંકુ પોતાના જીવનમાં મસ્ત હતો. માથા પર પાઘડી બાંધતો રીંકુ હવે પંજાબ માં જ રહેતો હતો. એટલું જ નહિ તેણે પોતાનું નામ પણ રીંકુ થી ગુરપ્રીત સિંહ રાખી લીધું હતું.ત્યાં જ રીંકુ એ પોતાની પસંદ ની એક છોકરી સાથે લગ્ન પણ કરી લીધા. તેઓએ ગોરખપુરમાં  પ્રેમ લગ્ન કર્યા  હતા. પરંતુ નિયતિ એ એક વાર ફરી તેને  પોતાના ઘરે પાછો મોકલવાનો રસ્તો ગોતી લીધો. વાસ્તવમાં થયું એવું કે તેના એક ટ્રક નું એક્સીડેન્ટ ધનવાદ માં થઇ ગયું. જેને છોડાવા માટે રીંકુ એ પોતાની લક્ઝરી કાર લઇ ધનબાદ જવું પડ્યું. ધનબાદ જતા જ રસ્તામાં તેનું ગામ આવતું હતું.

જયારે તે હરદોઇ પહોંચ્યો તો તેના મનમાં વર્ષો થી રહેલો પરિવાર ફરી યાદ આવી ગયો. આથી તે પોતાના ગામમાં  પોતાના પરિવાર ને મળવાનું નક્કી કર્યું. ઘર પરિવાર ની યાદ આવતા જ રીંકુ પોતાનું જરૂરી કામ ભૂલી ગયો અને ધનબાદ સીધા ન જતા તે પોતાના ગામ હરદોઇ આવ્યો. રીંકુ ને પોતાના પરિવાર નો મોહ એટલો બધો નહોતો કે તે તેના પિતાનું નામ પણ યાદ કરી સકે. આવામાં તેને ઘર ગોતવામાં બહુ મુશ્કેલી થવાની હતી. પરંતુ ત્યારે જ તેણે પોતાના ગામના એક વૃદ્ધ વ્યક્તિ સુરત યાદવ નું નામ યાદ આવ્યું. આમ ૧૨ વર્ષ ની ઉમરમાં ઘર છોડી ઘયેલો રીંકુ ૧૪ વર્ષ પછી ઘરે પાછો આવ્યો. રીંકુ ને  આટલા વર્ષો પછી સલામત જોઈ ને તેના માતા પિતા બહુ જ ખુશ થયા હતા અને સાથે રીંકુ પણ પોતાના પરિવાર ને મળી ને ખુશ થયો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *