પરીવાર મા એક સાથે બે દિકરી નો જન્મ થતા પરીવારે વરઘોડો કાઢી તહેવાર જેવી ઉજવણી કરી ! જુવો ખાસ તસવીરો
વર્ષોથી કન્યા ને લક્ષ્મી માનવામાં આવે છે જેમાં ઘણા લોકો દીકરીને શક્તિનું સવરૂપ ગણી તેને દેવી માને છે .કન્યાના જન્મ થતા જ પહેલા લોકો મોઢું બગડતા જોવા મળતા હતા લોકો ઘણા એવા પણ હતા કે જે દીકરી ને ખુબ માન સમ્માન આપી લક્ષ્મી નું સ્વરૂપ માની તેની પૂજા કરતા હતા ગુજરાતમાં સૌથી ઓછો કન્યા જન્મ દર ધરાવતા સાબરકાંઠા જીલ્લામાં આજે એક દીકરીનો જન્મ થતા દાદા એટલા રાજી થયા કે તે બાળકીનું ફૂલથી સવાગત કરીને તેના ઘરની નેમ પ્લેટ માં પોતાની પોત્રીનું નામ પણ સામેલ કરી દીધુ.
હાલના જમાનામાં દીકરીનો જન્મ થતા પરિવાર એટલો આનંદ અનુભવે છે કે જાણે કોઈ તહેવાર આવી ગયો હોય આવું જ એક મુસ્લિમ પરિવારમાં જોવા મળ્યું છે જે દીકરીના જન્મને તહેવારની જેમ ઉજવતા જોવા મળ્યું છે.ઢોલ નગારા ના તાલે ગુલાબની પાંખડી ઓ ઉડતી જોઇને તમને લાગશે કે કદાચ આ કોઈ વરઘોડો જઈ રહ્યો છે.
પરંતુ ના,આ વરઘોડો નહિ પરંતુ હિમતનગર ના એક દાદાએ પોતાની નવજાત પોત્રીઓ પ્રથમવાર ઘરે આવતા તેમના આવકાર માટે કરેલી આ ઉત્સવની પલ છે.સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી યુસુફભાઈ પઠાણ અને પૂર્વ કોર્પોરેટર રહીશાબાનું પઠાણની પુત્રવધુ રેહનાઈ ના કુખે બે દીકરીઓ અવતારી ત્યારે સામાન્ય રીતે સમાજમાં દીકરીના જન્મને લોકો મોઢું મચકોડતા હોય છે,
ત્યારે આહી આ બંને દીકરીઓનું ઢોલ નગરની સાથે સ્વાગત કરવામાં આવ્યું યુસુફ્ભૈના ઘરે સદફ અને સનાયા નો જન્મ થતા પુત્ર જન્મ કરતા પણ વધુ ખુશી આ પરિવારમાં જોવા મળી હતીપુત્રીના ઘરે આવતાની સાથે જ દાદા એ ઘરની નેમ પ્લેટ માંથી પોતાનું નામ કાઢી અને પોતાની બંને લાડકી પોત્રીઓના નામ લખી અનોખી રીત પ્રગટ કરી હતી
અને તેમના આનંદને વ્યક્ત કર્યો હતો.એક તબક્કે યુસુફભાઈ ની પુત્રવધુ રેહનાઈ ને અન્ય લોકો જેમ દીકરીના જન્મ થતા મો મચકોડે છે તેમ તેના પરિવારના લોકો પણ આવું કરશે તેવા મનમાં ગભરાત સાથે તે ઘરે આવી હતી પરંતુ આહીનો તો માહોલ જ કઈક અલગ જોવા મળ્યો હતો.તેની ગભરાત ખુશીમાં પરિણમી હતી.
તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ ,ગુજરાતમાં સુથી ઓછો કન્યા જન્મ દર સાબરકાંઠા જીલ્લામાં છે.ત્યારે હજુ પણ શિક્ષિત ગણાતો આ જીલ્લો દીકરીઓના જન્મ બાબતે ૧૯ મી સદીની રીતો પર આધાર રાખે છે.જેની સામે ઘણા આવા પરિવારો પણ છે જે દીકરીઓના જન્મને લગ્ન પ્રસંગ ની જેમ ધામધૂમ થી વધાવે છે.