ક્યારે લગ્ન કરશે રણબીર અને આલિયા? જાણો શું કહ્યું મહેશ ભટ્ટે..
છેલ્લા કેટલાય સમયથી બોલીવુડની દુનિયામાં તથા રણબીર આલિયાના ચાહકોમાં ફકત એકજ ચર્ચા ચાલી રહી છે કે આ બંનેના લગ્ન ક્યારે થશે. પરંતુ આ બધી ચર્ચાઓ થવા છતાં પણ કોઈ સત્તાવાર સમાચાર આ બંને ના લગ્નને લઈને નથી આવી રહ્યા.
આમ છતાં સોશિયલ મીડિયા પર આ લગ્ન ને લઈને કેટલાય ન્યુઝ વાયરલ થયા જ કરે છે. ત્યારે ફરી એકવાર રણબીર આલિયાના લગ્ન આ એપ્રિલમાં થવાના છે તેવા ન્યુઝ વાયરલ થતાં આલિયા ભટ્ટના પિતા અને ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે એક વેબસાઇટ ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મારી દિકરી ના લગ્ન વિશે ચાલી રહેલી વાતોમાં કોઈ વજૂદ નથી અને આવી વાતો ઘણા સમયથી લોકો દ્વારા એક અફવાના રૂપમાં ચાલવામાં આવી રહી છે ત્યારે રણબીર કપૂરના માસી રીમા જૈન દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમના જણાવ્યા હતા પણ આ એક અફવાથી વધુ કંઈ જ નથી. હા લગ્ન થશે પણ ક્યારે એ હજુ કંઈ નક્કી નથી.
હકીકતમાં આ બંને કલાકારોએ હમણાંજ પોતાની આવનારી ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” નું શુટિંગ બનારસમાં પૂરું કર્યું અને ત્યાં બંનેના એક્સાથે ના ફોટો વાયરલ થતાં લગ્નની અફવા એ જોર પકડ્યું હતું કારણકે બંને મંદિરમાં ગળામાં હાર તથા કપાળ પર તિલક કરેલા જોવા મળ્યા હતા તેથી લોકોએ એવી અફવા ફેલાવી કે આલિયા રણબીર એ ચૂપચાપ લગ્ન કરી લીધા છે. વાસ્તવિકતાની વાત કરીએ તો હાલમાં બંને પોતાની કારકિર્દી તરફ ધ્યાન આપી રહ્યા છે.