પોઇચા ગામના નર્મદા નદીના પટમાં સ્નાન કરતા કરતા પરિવારના ત્રણ યુવાનો નદીમાં તણાયા, 2ના મોત જયારે અન્ય એક….

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી રહી છે. જેમાં નદીમાં સ્નાન કરવા પડેલા 3 યુવાનો તણાયાં જેમાંથી 2 નું મૃત્યુ થયું હતું જયારે અન્ય એકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આવો તમને વિગતે જણાવીએ.

આ ઘટનામાઁ ચાંણોદની સામે પોઇચા ગામના નર્મદા નદીના પટમાં સ્નાન કરવા ગયા હતા. ત્યારે સ્નાન કરતા કરતા પરિવારના ત્રણ યુવાનો નદીમાં તણાયા હતા. તેમાંથી બે યુવાનને નદીમાંથી બહાર કાઢવામાં આવેલ હતા. તે પૈકી એક યુવાનનું મૃત્યુ થયેલ અને બીજો યુવાનનો બચાવ થતા બંને યુવાનને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોટાફોફડિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ આવવામાં આવેલ છે. જ્યારે નદીમાં લાપતા થયેલ યુવાનની ભારે શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

આમ પ્રાપ્ત વિગત મુજબ ડભોઇ તાલુકાના ચાંદોદ નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતે પોતાના પરિવાર સ્વજનના મૃત્યુ બાદની અસ્થિ વિસર્જનની વિધિ માટે આવેલ ગોધરા ભક્તિનગર વિસ્તારનો પરિવાર વિધિ સંપન્ન કરી ચાંદોદની સામે કિનારે પોઇચાના નર્મદા નદીના તટમાં હોળી મારફતે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ગયા હતા. ત્યાં સ્નાન કરતા કરતા મહેશભાઈ બુધાભાઈ પરમાર ઉ. વ. 23 નાઓ નદીના વહેણમાં તણાતો જોઈ હર્ષવર્ધન ઉમેશભાઈ સોલંકી ઉ. વ. 19 અને જનકસિંહ બુધેસિંહ સોલંકી ઉ. વ. 23 નદીના પાણીમાં તેને બચાવવા દોડી ગયા હતા. ઘટનામાં ત્રણેય યુવાનોને તરતા આવડતું ન હતું અને તણાતા તણાતા મહેશ પરમારને નદીમાં સ્નાન કરતા લોકોએ ખેંચી લઈને બચાવી બહાર કાઢેલ હતો. અને જનકસિંહ સોલંકી નદીમાં ડૂબતા તેને બહાર કાઢેલ પણ તે મૃત હતો. જ્યારે હર્ષવર્ધન પાણીના વહેણમાં લાપતા બની ગયેલ તેની શોધખોળ હાથ ધરી હતી. ડૂબતા 3 યુવાનો પૈકીના મહેશ પરમાર અને જનકસિંહ સોલંકીને ઇમર્જન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવેલ છે.

જે બાદ જ્યા જનકસિંહ સોલંકીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ છે. અને બચી ગયેલ મહેશ પરમારની સારવાર ચાલુ છે. જ્યારે નર્મદા નદીમાં લાપતા થયેલ યુવાન હર્ષવર્ધનનો મૃતદેહ ભારે શોધખોળ બાદ મળી આવ્યો હોવાનું જાણવા મળેલ છે. આમ નર્મદા નદીમાં ડૂબતા ત્રણ યુવાનો પૈકી એક મહેશ પરમારનો બચાવ થયેલ છે. અને બે યુવાન હર્ષવર્ધન સોલંકી અને જનક સિંહ સોલંકીનું મોત થયેલ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *