ડાન્સ કરતા કરતા અચાનક જ આ યુવક સ્ટેજ પર પડ્યો લોકોને લાગ્યુ એક્ટિંગ છે!થયું ઘટનાસ્થળે જ મોત! થયું એવુ કે… જુઓ વિડિઓ

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મૃત્યુનો મામલો સામે આવી રહ્યો છે જેમુ કારણ હાર્ટ એટેક હોવાનું જણાવાયું હતું. તેનો તાજો મામલો જમ્મુના બિશ્નેહ તાલુકામાં જોવા મળ્યો છે. અહીં 20 વર્ષનો એક વ્યક્તિ માતા પાર્વતીની ભૂમિકા ભજવતી વખતે ડાન્સ કરી રહ્યો હતો. પરંતુ ડાન્સ કરતી વખતે તેને હાર્ટ એટેક આવ્યો અને સ્ટેજ પર જ તેનું મોત થયું.

વાત કરીએ તો મૃતકની ઓળખ યોગેશ ગુપ્તા તરીકે થઈ છે. મંગળવારે (6 સપ્ટેમ્બર) બિશ્નેહ તહસીલના કોઠે સૈનિયા ગામમાં જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં મંચ પર શિવ પાર્વતીની લીલાનું મંચન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જમ્મુના સતવારીનો રહેવાસી 20 વર્ષીય યોગેશ ગુપ્તા શિવ સ્તુતિ પર ડાન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને સ્ટેજ પર પડી ગયા.

 

જયારે પણ ત્યાં હાજર દર્શકો તેને પ્રસ્તુતિનો ભાગ માનીને ખૂબ તાલીઓ વગાડી રહ્યા હતા. પણ તેમાં શિવનું પાત્ર નિભાવી રહેલા વ્યક્તિએ જ્યારે જોયું કે આવું કોઈ દ્રશ્ય આખી સ્ક્રિપ્ટમાં જ નથી તો તે શિવની વેશભૂષામાં જ મંચ પર પહોંચ્યા અને તે યુવકને ઉઠાવવાનો પ્રયાસ કર્યો. લોકો ત્યારે પણ ન સમજ્યાં એટલે શિવજીનું પાત્ર નિભાવી રહેલા યુવકે પોતે જ ડીજેને બંધ કરવાની અપીલ આયોજકોને કરી.

લાંબા સમય સુધી લોકોને કંઈ સમજાયું નહીં. તેઓ વિચારતા રહ્યા કે આ નૃત્યનો કોઈક ભાગ હશે. આમ જ્યારે પાર્વતી બનેલા યોગેશ લાંબા સમય સુધી ઊભા ન રહ્યા ત્યારે શિવ બની ગયેલો વ્યક્તિ તેની પાસે આવ્યો. પછી બધા તેને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ અહીં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવાયું હતું. હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *