લગ્ન કરી ને પરત ફરતી વખતે એવો અક્સમાત સર્જાયો કે જાણી ને હૈયુ હચમચી જશે ! નવા વર અને વધુ…
હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે લોકો ખુબજ ધામધૂમ થી લગ્ન કરી રહ્યા છે જ્યારે લગ્ન હોઈ છે તે દિવસ વર અને કન્યા માટે ખુબજ ખાસ હોઈ છે અને તે દિવસ તેના માટે યાદગાર બની જતો હોઈ છે પણ આ લગ્ન માં લગ્ન કર્યા બાદ જ્યારે વર તેની દુલ્હનને લઈ પરત ફરતા હતા ત્યારે રસ્તામાંજ તેમનું કાર અકસ્માત થયું અને રસ્તા પર જઈ રહેલ બે બાળકો કચડાઈ ગયા ને તેમનું મૃત્યુ થયું. આ દિવસ વર અને કન્યા માટે ખાસ બન્યો હતો પણ દુઃખદ ઘટના બનતા લગ્ન નો આનંદ દુઃખમાં ફેરવાઈ ગયો હતો આવો તમને વિગતે જણાવ્યે.
આ જાનની કાર સાથે અડફેટે આવતા બે બાળકોના દુઃખદ મોત નીપજ્યા હતા. સાથે કારમાં બેઠેલ વર અને વધુ પણ ઘાયલ થયા હતા. અને કાર ચલાવનાર ડ્રાઈવર આ ઘટના બનતાજ કાર છોડીને ભાગી ગયો હતો. પછી ગ્રામજનોએ વધુ ની સામે તેના વર ને અપશબ્દો કહ્યા અને ગ્રામજનોએ તેઓને બંધક બનાવી લીધા હતા. ગ્રામજનો ને ઘણું સમજાવ્યા બાદ વર અને વધુને હોસ્પિટલ પહોચાડ્યા હતા. ત્યારબાદ તેમની સારવાર શરુ થઇ.
બિહારના વૈશાલી જીલ્લાના અલીપુર ભડવાસ ગામ પાસે લગ્ન બાદ વર કન્યાને લઈને પરત આવતી પૂરી ઝડપે કારે રસ્તા પર જઈ રહેલા બે બાળકોને કચડી નાખ્યા બાદ કાર થાંભલા સાથે ટકરાઈ ગઈ. જેમાં બેઠેલા વર અને વધુ પણ ગંભીર રીએ ઘાયલ થયા હતા. આ અકસ્માત બાદ ગામમાં ખળભળાટ મચી ગયો હતો. તેમજ આ ઘટના સ્થળે સેકડો લોકો ની ભીડ જમા થઇ ગઈ હતી. આ ઘટનાથી રોષે ભરાયેલ લોકો એ હાઈવે માર્ગ બંધ કરી દીધો છે અને ઘાયલ વર વધુને નર્સિંગ હોમમાં દાખલ કરવામ આવ્યા છે.
આમ આ ઘટના બનતાજ કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને બંને બાળકોની લાશને કસ્ટડીમાં લઈને પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી મૃતક બાળકોમાં એક બાળક ૮ વર્ષનું અને બીજું બાળક ૧૦ વર્ષનું હતું.