મહિલા કામ પર જઈ રહી હતી ત્યારે તેણે તૂટેલા રેલ્વે ટ્રેકને જોયો અને તરત જ તેની લાલ સાડીનો ઉપયોગ કરીને ટ્રેનને રોકી જેનાથી ….

સોશિયલ મીડિયા ના કારણે આપને અનેકો અજીબ કિસ્સાઓ સામે આવતા હોય છે કે જે આપણને પ્રેરણા આપી જતા હોય છે. આવા અનેકો કિસ્સા જોવા મળતા હોય છે કે જેના પર આપણે વિશ્વાસ પણ કરી શકતા નથી.ઘણા કિસ્સાઓ એવા પણ બનતા હોય છે કે જે બીજા લોકોની મદદ કરવાનું આપણને પણ મન કરાવી દેતા હોય છે.અને દેશની ઉન્નતિમાં ભાગીદાર બનાવવા પ્રેરિત કરતા હોય છે. આપણા દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં અનેકો લોકો એવા જોવા મલતા હોય છે કે જે જાગૃત નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવતા હોય છે.અને દેશની અપ્રત્યક્ષ રીતે મદદ કરતા હોય છે.આવી જ એક ઘટના હાલમાં જોવા મળી છે જે ઉતરપ્રદેશના એટા જિલ્લાની આ ઘટના છે જ્યાં એક મહિલા પોતાની સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરી બહુ જ મોટી દુર્ઘટના થતાં બચાવી છે.અને અનેકો લોકોનું જીવન બચાવ્યું છે.

જે ઘટના અંગે વાત કરવામાં આવી છે તે ઉત્તરપ્રદેશ ના એટા જિલ્લામાં થવા પામી હતી. જ્યાં એક મહિલા રોજની જેમ રોજી રોટી મેળવવા માટે ખેતરમાં મજૂરી કામ કરવાં માટે ઘરેથી કામે જઈ રહી હતી. ખેતરોમાં જવા માટે રોજ તેને રેલવેના પાટા ને પસાર કરવા પડતાં હતાં. રોજની જેમ તે પાટા પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેની નજર રેલવેના પાટા એક જગ્યાએ થી તૂટેલા જોયા. અને તે પાટા પરથી પસાર થનાર ટ્રેનને રોકવામાં તે સફળ પણ રહી. મહિલા એ આવી મોટી દુર્ઘટનાને રોકવા પોતે લાલ કલરની સાડી પહેરી હતી તેના ઉપયોગના કારણે તેણે ટ્રેન ને રોકી લીધી અને અનેક લોકોના જીવ બચાવયા .

આ ઘટના ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના અવગઢ બ્લોકના ગુલરિયા ગામની છે.આ ગામમાં રહેતી શ્રીમતી ઓમવતી નામની મહિલા દરરોજ ખેતરોમાં કામ કરવા જાય છે. અને કામ નાં વિસ્તારમાં જવા માટે તેને રેલવેના પાટાની ઉપરથી પસાર થઈને જવાનું હોય છે.જ્યારે તે પાટા પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેની નજર રેલવેના પાટા પર પડી કે જે એક બાજુથી તુટી ગયો હતો અને તેના પર પસાર થતી ટ્રેનમાં કદાચ બહુ મોટી દુર્ઘટના સર્જાઈ એવું બની સક્તું હતું. અને મોટા પ્રમાણમાં માનહાની પણ થઈ જવાની હતી. પરંતુ આ મહિલાએ જ્યારે પાટો તૂટેલો જોયો તો તેને તરતજ પોતે પહેરેલી લાલ સાડી અને આજુ બાજુમાં પડેલી થોડી લાકડીની મદદથી ટ્રેનના પાટા ને બ્લોક કરી દીધા.

મહિલા દ્વારા કરવામાં આવેલા આ જુગાડ થી ટ્રેન ચાલક ને રેડ સિગ્નલ નો સંકેત મળ્યો અને તેણે ટ્રેન રોકી લીધી. ત્યાર પછી તે તૂટેલા પાટાની મરામત કરાવવામાં આવી.અને મરામત પછી તે પાટા ને ફરી શરૂ કરી દેવામાં આવ્યો.પરંતુ આ મહિલા એ જે પ્રશંસા નું કામ કર્યું છે તે ખરેખર બહુ મોટી દુર્ઘટના ને થતી બચાવી લીધા. તેમના આ પ્રસંશનીય કામ અંગેની માહિતી સચિન કૌશિક નામના એક પોલીસ અધિકારીએ પોતાના ટ્વિટર પર શેર કરી હતી ત્યાર બાદ સચિન કૌશિક દ્વારા ટ્વિટ કરવામાં આવેલી આ ઘટના પર લોકો મહિલાના વખાણ કરતા થાકતા નથી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.