કોણે કીધુ ગામડા મા રહી ને કરોડપતિ ના થવાય? જુનાગઢ ના પરીવારે એવી કંપની ઉભી કરી કે…

આજના સમય માં ગામડાના લોકો શહેર માં આવીને રહેવા લાગ્યા ગામમાં ને ગામમાં તેમનો વિકાસ થતો નથી અને શહેર માં તેમનો વિકાસ થઈ છે તેવી વિચારશરણી ગામડાના ઘણા લોકો ધરાવે છે. ગામડામાં રહીએ તો પ્રગતિ ના થાય અને ‘લગ્ન માટે માંગા નાં આવે તેવા વિચાર રાખવા વાળા પણ ઘણા લોકો ગામડા માં જોવા મળે છે. તેમજ ત્યારે જુનાગઢ નું એક કરોડપત્તિ પરિવાર જે શહેર માં રહેવાને બદલે ગામડામાં રહેવાનું વધુ પસંદ કરે છે તેમજ આ પરિવાર ખુબજ અમીર હોવા છતાં તે ગામડામાં એક સરળ અને સાદું જીવન જીવી રહ્યા છે. આવો તમને આ પરિવાર વિષે જણાવીએ.

આ પરીવારનાં પરષોત્તમ સીદપરા તેમના પરિવાર સાથે જુનાગઢ જીલ્લાના તેમના ગામ જામકામાં રહે છે તેમજ આ પરિવાર અહ્યા ખેતી અને પશુપાલન કરીને ખુબજ ખુશ છે અને પરિવારના બધાજ સભ્યોએ ઉચ્ચ અભ્યાસ કર્યા હોવા છતાં પણ તે ખેતી અને પશુપાલન કરવાનો વધુ પસંદ કરે છે અને ઘરની બેનો પણ આ વ્યવસાય માં મદદ કરે છે.

પરશોત્તમભાઈ પાસે પશુમાં કુલ ૧૦૫ ગીર ગાય છે. તેમની કુલ ૧૨ એકર જમીન છે અને જ્યારે બીજી ૧૨ એકર જમીન ભાડાપેટે રાખી છે આ તમામ જમીન માં તેઓ માઈક્રો પ્લાનિંગ કરીને અધભુત ખેતી કરી રહ્યા છે તેમજ ૧૦૫ ગાયો માંથી પરશોત્તમભાઈ ૨૭૦ લીટર દૂધ મેળવે છે અને તેમાંથી તે માખણ, ઘી, પેંડા, માવો સહિતની વાનગીઓ બનાવે છે તેમજ આ બધાની માંગ વિદેશમાં પણ ખુબજ છ તે વિદેશમાં આ બધીજ વસ્તુનું વેચાણ કરતા થયા છે અને લાખો કમાઈ છે.

પરશોત્તમભાઈની ભણેલી-ગણેલી પુત્રવધુઓ પણ ગામડાઓમાં રહીને પશુપાલન વ્યવસાયમાં મદદ કરે છે. તેમના મોટા પુત્ર ભાવિનની પત્ની શ્રધાએ બીબીએમાં અભ્યાસ કર્યો છે. નાના પુત્ર કિશોરની પત્નીએ પણ બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે છતાં બધા લોકો ઘરના વ્યવસાયમાં પોતાનું ખુબજ સમય આપે છે અને વિકાસ કરે છે આમ વંદના અને શ્રધા બંને પરિવાર સાથે રહીને ગામડામાં ખેતી અને પશુપાલન નો વ્યવસાય કરે છે

પરસોત્તમભાઈએ માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે પરંતુ મોટી-મોટી સંસ્થાઓ તેમને લેક્ચર લેવા માટે આમંત્રણ પાઠવે છે. તેઓ ગીર ગાય સંવર્ધનની પણ કામગીરી કરે છે પરસોત્તમભાઈએ જણાવ્યું હતું કે, આજના યુવકો ઉચ્ચ અભ્યાસ બાદ પ્રાઈવેટ નોકરી કરવાનો મોહ રાખે છે અને ખેતીમાં રસ ધરાવતા નથી પરંતુ જો સારી રીતે ખેતી કરવામાં આવે તો તેના દ્વારા પણ સારી કમાણી કરી શકાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *