નાં કોઈ અભિનેત્રી કે નાં કોઈ મોડેલ તો કોણ છે ટીમ ઇન્ડીયાના ઘાતક બોલરને ક્લીન બોલ્ડ કરવા વાળી આં રૂપસુંદરી…જુઓ તસવીરો

દેશમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લોકો ખુબજ ધૂમ ધામ થી લગ્ન કરી રહ્યા છે ત્યારે ટીમ ઇન્ડીયાના ફાસ્ટ બોલર દીપક ચહરે પણ ૧ જુનનાં રોજ લગ્ન કર્યા છે. આગ્રા નાં રહેવાસી દીપક ચહરે તેની ગર્લફ્રેન્ડ જયા બારદ્વાજ સાથે લગ્નના કર્યા છે. તેઓએ આગ્રામાજ પોતાના લગ્નના સાત ફેરા લીધા છે. તેમના પરિવાર અને ચાહકો પણ ખુબજ ખુશ જોવા મળી રહ્યા છે.

દીપક ચહરે ગયા વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગની એક મેચ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ ને પ્રપોઝ કર્યું હતું. જયા ભારદ્વાજ દિલ્હી ની રહેવાસી છે અને તેની સુંદરતા સામે અભિનેત્રીઓ પણ પાણી ભરે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દીપક ચહરની પત્ની કોઈ અભિનેત્રી કે મોડેલ નથી તે એક કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે તેની સુંદરતા જોઈ ઘણા લોકો દિલ હારી બેઠતા હોઈ છે તેવીજ રીતે દીપક ચહર તેમનું દિલ જયા પર હારી બેઠયા.

જયા ભારદ્વાજ વિષે વધુમાં વાત કર્યે તો તેને મુંબઈ યુનીવર્સીટી માંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. દીપક ની બહેન માલતીએ તેનાં ભાઈને જયા ને મળાવ્યો હતો. અને દીપકે ૫ મહિનામાંજ પોતાનું દિલ જયા ને આપી દીધું હતુ. જયા નો ભાઈ સિદ્ધાર્ત એ  એક ‘બીગ બોસ ફેમ’ છે. આમ સીદ્ધાર્તે ઘણા ટીવી શો માં કામ કરીને ૨ વાર વિજેતા પણ બન્યો છે તેની બહેનની સાથસાથે તેની પણ ફેન ફોલોવિંગ ખુબજ છે.

દીપકે લાઈવ મેચ બાદ જયાને અનોખા અંદાજ માં પ્રપોઝ કર્યું હતું અને વીટી પેરાવી હતી જે પછી તેની આ મેચના પ્રપોઝ ની તસવીરો સોસીયલ મીડિયા પર ખુબજ વાઈરલ થતી જોવા મળી છે. દીપકે રોમેન્ટિક અંદાજમાં ઘુટણીએ બેસીને તેની પ્રેમિકાને પ્રપોઝ કરી દિલ જીતી લીધું હતું. દીપકને આવું કરાવનાર મહેન્દ્રસીહ ધોની પોતે હતા જેને દીપકને આવું કીધું હતું. અને દીપકના પિતા એ જણાવ્યું કે આખો પરિવાર ખુબજ ખુશ હતો.

આ બંને એ બુધવારે સાથે મેરેજ કર્યા હતા અને ખુબજ ખુશ દેખાઈ રહ્યા હતા પોતાના લગ્ન ને લઈ ને આ વેડિંગ ફંકશન આગ્રાના ફતેહાબાદ રોડ સ્થિત જેપી પેલેસમાં યોજાયું હતું. તેમના લગ્નમાં અંગત મિત્રો અને પરિવારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું બંને તરફના પરિવાર પણ ખુબજ ખુશ હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *