કોણ છે આ ‘તારખ મહેતા કા ઉલ્ટા ચશ્માં શો’ નાં નવા નટુકાકા ‘કિરણ ભટ્ટ’, જાણો તેમના અને જુના નટુકાકા વચ્ચેનું ખાસ કનેક્શન…

આજના સમયમાં તારખ મહેતા કા ઉલ્ટા ચશ્માં સીરીયલ ને કોણ નથી જાણતું આ સીરિયલે સમગ્ર ભારતમાં તેની એક અલગજ ઓળખાણ પ્રાપ્ત કરી છે. તેમજ સીરીયલનાં કલાકારો અને અભિનેત્રીઓ પણ ખુબજ સારી એક્ટિંગ અને કોમીડી કરી લોકને પેટ પકડી હસવા પર મજબુર કરી દેતા હોઈ છે. તેમજ આ સિરિયલનું એક કિરદાર એવું છે જેને લોકો આજસુધી ભૂલ્યા નથી અને હજી પણ યાદ કરે છે. એ પાત્ર નટુકાકા નું છે. આ પાત્ર ભજવીને લોકોમાં અપાર ચાહના મેળવનાર ગુજરાતી કલાકાર ઘનશ્યામ નાયક આજે આપણી વચ્ચે નથી.

હાલ શોમાં નવા નટુકાકાની એન્ટ્રી ખુબજ રસપ્રદ રહી છે પરંતુ તેનાથી પણ મહ્વ્તનું એ છે કે જુના અને નવા નટુકાકા વચ્ચેનું કનેક્શન. તેમજ પ્રોડ્યુસર અસિત મોદીએ હાલમાં જ એક પ્રોમો વીડિયો શેર કરી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નવા નટુકાકાનો પરિચય કરાવ્યો હતો. તેમણે ભાવુક થઇને ઘનશ્યામ નાયકને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “તે હંમેશા ઘનશ્યામ નાયકને મિસ કરશે. હાલમાં જ નવા ગઢા ઇલેક્ટ્રોનિકની શરૂઆત થઇ છે અને તે નટુકાકા વગર શરૂ થઇ શકે નહીં. અમે ફેન્સ માટે નવા નટુકાકા લઇને આવ્યા છે. આશા રાખું કે તમામ ફેન્સ નટુકાકાને પણ એટલે જ પ્રેમ આપશે.”

નવા નટુકાકાની વાત કરીએ તો તેમનું નામ કિરણ ભટ્ટ છે તેઓ ઘનશ્યામ નાયકના જુના અને ખાસ મિત્ર પણ છે અને તે પણ જુના નટુકાકાની જેમ એક ઘડાયેલા કલાકાર છે. બન્ને એકબીજાને ઘણી સારી રીતે ઓળખતા હતા. તેમની મિત્રતા વર્ષો જૂની છે. કિરણ ભટ્ટે તેમની સાથે થિયેટરમાં ઘણું કામ કર્યું હતું. તેમજ એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા શોના પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું હતું કે, આ શોમાં ઘનશ્યામ નાયકે 13 વર્ષ કામ કર્યું અને નટુકાકાના પાત્રને જીવંત બનાવ્યું હતું. આ શો અને લોકો માટે આ પાત્ર બહુ જ જરૂરી હતું અને આ કારણે જ અમે નટુકાકાને પાછા લાવવાનું નક્કી કર્યું. અમે ઘણા મહિનાઓથી નવા નટુકાકાની શોધમાં હતા. ઘણા ઓડિશન પણ થયા, પરંતુ આખરે અમારી શોધ કિરણ ભટ્ટ પર પૂરી થઇ છે.

અમિત મોદીએ એક અન્ય ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમુક ઓડિશન બાદ અમે ગુજરાતીના જાણીતા એક્ટર-પ્રોડ્યુસર- ડાયરેક્ટર કિરણ ભટ્ટને નટુકાકા તરીકે લેવાનું નક્કી કર્યું છે. હું તેમને છેલ્લા ઘણા વર્ષોથી જાણુ છુ. જ્યારે તેમને પહેલી વખત મળ્યો ત્યારે અહેસાસ થયો હતો કે તેઓ અમારા નટુકાકા હશે. જોકે, ઘનશ્યામ નાયકની જગ્યા કોઇ લઇ શકે નહીં, પરંતુ મને વિશ્વાસ છે કે કિરણ ભટ્ટ દર્શકો વચ્ચે પોતાની અલગ જગ્યા બનાવવામાં સફળ થશે. કિરણ ભટ્ટ પાત્રને જરૂર ન્યાય આપશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.