જે કોઈ એ ના કર્યુ એ 500 વર્ષ બાદ પી.એમ મોદી એ પાવાગઢ મંદીર પર કર્યુ! જાણો વિગતે…

આજના સમયમાં લોકો તેમના દુઃખ દર્દ લઇ તેને દુર કરવા માટે ભગવાન પાસે જતા હોઈ છે તેમજ તે ભગવાનની ખુબજ શ્રધા અને નિષ્ઠા થી પૂજા પણ કરતા હોઈ છે આમ તેવીજ રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે તેમજ શનિવારના દિવસની શરૂઆત તેમણે પોતાની માતા હીરાબાના આશીર્વાદ લઈને કરી હતી જે બાદ તેમણે જગત જનની મહાકાળીના મંદિરના શિખર પર ધ્વજ ફરકાવી હતી.

આ સમયે તેમણે કહ્યું કે આ ધ્વજ આપણું સાંસ્કૃતિક ગૌરવ છે જે ફરી એકવાર મુક્ત આકાશમાં લહેરાઈ રહ્યું છે. તેમજ પી એમ મોદીએ અહી કાળભૈરવ મંદિરમાં પણ પૂજા અર્ચના કરી હતી. અહી તેમણે વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરતા પોતાના સંબોધનમાં કહ્યું કે ગુપ્ત નવરાત્રી પહેલા પાવાગઢ શક્તિપીઠ દિવ્ય રૂપે આપણી સામે તૈયાર છે આનાથી વધુ ઉત્તમ શું હોઈ શકે. તેમજ તેમણે આગળ એમ કહ્યું કે ‘સદીઓ બદલાઈ છે યુગ બદલાઈ છે પરંતુ આસ્થાનું શિખર શાશ્વત રહે છે હું દેશની માતા બહેનો માટે સમર્પિત રહું અને દેશની સેવા કરતો રહું તેવું મેં માતાજી પાસે માંગ્યું છે.

આમ જોઈએ તો ઘણા વર્ષો એટલેકે આશરે ૫૦૦ વર્ષો બાદ પાવાગઢ મંદિર પર ફરી એકવાર ધ્વજા ફરકાઈ છે મંદિરના શિખર પર બનેલી દરગાહને બંને પક્ષોની સમજુતીથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવી હતી તે પછી દેશના વડાપ્રધાન દ્વારા આ મંદિર પર હવે ધ્વજા ફરકાવવામાં આવી હતી. આ પછી ભક્તોએ ધન્યતા અનુભવી હતી તેમજ સાંસ્કૃતિક ગૌરવ અખંડ રહે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. આ ધ્વજા ૫૦૦ વર્ષથી એટલે નોતી ફરકાવી કારણકે મુસ્લિમ આક્રાંતાઓનાં હુમલા પછી પાવાગઢે તેની ભવ્યતા અને ગૌરવ ગુમાવ્યું હતું, પરંતુ તે હવે પુનઃસ્થાપિત કરવામ આવ્યું છે.

તેમજ પી એમ મોદીએ જણાવ્યું હતું કે ‘વર્ષો પછી પાવાગઢ મહાકાળી માં નાં ચરણોમાં આવીને અમુક સમય વિતાવવાનો મોકો મળ્યો છે આ પ્રસંગ મારા માટે જીવનનો ખુબ સારો અવસર છે આજનો અવસર મારા મનને વિશેષ આનંદ થી ભરી દે છે. આમ સાથે સાથે પી એમ મોદીએ કાળ ભૈરવની પણ પૂજા અર્ચના કરી હતી. આમ દરગાહ ૧૪૮૪ પછી આવી હોવાનું માનવામાં આવે છે ને ત્યારથી પાવાગઢ પર કોઈ દિવસ ધ્વજા ફરકાઈ નોતી ને આજે મોદીજીએ આ કામ કરી બતાવ્યું અને ભક્તો નાં દિલ જીતી લીધા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *