કેમ જલારામ બાપાને હિન્દૂ-મુસ્લિમ અને તમામ ધર્મના લોકો આશીર્વાદ લેવા આવે છે? વાંચો તેમના અપરંમપાર પરચા તેમજ અધભૂત પ્રસંગો…
જેમ તમે જાણોજ છો કે આજના સમયમાં લોકો ભગવાન પર ખુબજ વિશ્વાસ રાખે છે અને પહેલા પણ રાખતા હતા. લોકો તેમના જીવનની મુશ્કેલીઓ લઇ ભગવાને પાસે મદદ માટે જતા હોઈ છે. અને ખુબજ શ્રદ્ધા અને નિષ્ઠા પૂર્વક તેમની પૂજા પણ કરતા હોઈ છે. તેવીજ રીતે આ દુનિયામાઁ અમુક લોકો એવા હોઈ છે જે લોકોને હમેશા માટે યાદ રહી જતા હોઈ છે તેવીજ રીતે લોકો તેમની શ્રદ્ધા અને ચમત્કાર જોઈ તેમનું ખુબજ મન સન્માન કરવા લાગતા હોઈ છે. જેને ભગવાનની જેમજ દરજ્જો દેવામાં આવતો હોઈ છે જેવા સંત જલારામ બાપા વિશે જાણી તમને પણ ચોક્સ ગમશે.
આજે પણ જલારામ બાપા પાસે શ્રદ્ધા પૂર્વક પ્રાર્થના કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થઇ જાય છે. બધી જ તકલીફો દૂર થઇ જાય છે. આજે પણ એમના આશીર્વાદ આપણી સાથે જ છે. જલારામ બાપાનું નામ આવે એટલે આપણને વીરપુર ધામ યાદ આવે. ત્યાં ચાલતું સદાવ્રત યાદ આવે. કેટલાય વર્ષોથી એક પણ રૂપિયાનું દાન લીધા વગર મોજથી ભાવિકભક્તો, સાધુ સંતો અને જે પણ ભૂખ્યું માણસ ત્યાં જાય એને જમાડતું ગુજરાતનું એક માત્ર ધામ એટલે વીરપુર ધામ. તેમજ શ્રી રામભક્ત સંત જલારામ બાપાનો જન્મ 1799માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વિરપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઇ હતું. જ્લારામબાપાના માતાજી એક ધાર્મિક મહિલા હતાં. જેઓ સાધુ-સંતોની ખૂબ ભાવથી સેવા કરતા. તેઓની સેવાથી પ્રસન્ન થઇને સંત શ્રી રઘુવીર દાસે રાજબાઇ માતાને આશીર્વાદ આપ્યા કે એમના બીજા પુત્ર જલારામ સાધુ સંતોની સેવા કરી લોકોને, સમાજને ભક્તિ અને સેવાનો નવો માર્ગ બતાવશે.
વાત કરીએ તો સોળ વર્ષની ઉંમરે જલારામ બાપાના લગ્ન વીરબાઇ સાથે થયા. પરંતુ શ્રી જલારામ સંસારી જીવનમાંથી દૂર થઇને સમાજની સેવા કરવા ઇચ્છતા હતા. જ્યારે જલારામબાપાએ તીર્થયાત્રામાં જવા માટેનો વિચાર કર્યો ત્યારે પત્ની વીરબાઇએ તેમને અનુસરણ કરવામાં ખૂબ જ રુચિ બતાવી. જલારામબાપાના બધા જ કાર્યોમાં મદદ કરવા માટે વીરબાઇ હંમેશા તત્પર રહેતા. ૧૮ વર્ષની ઉંમરે જલારામબાપાએ ફતેહપુરના ભોજલરામને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. ગુરુએ તેમને રામ નામનો મંત્ર આપી, ગુરુ માળા પહેરાવીને તેમને સેવા કાર્યમાં આગળ વધવા માટે પ્રેરીત કર્યા. તરત જ જલારામ બાપાએ સદાવ્રત નામની ભોજનશાળા બનાવી જ્યાં ૨૪ કલાક સાધુ-સંતો તથા જરૂરિયાતવાળા લોકોને વિનામૂલ્ય જમવાનું આપવામાં આવતું હતું. અને આજે પણ વીરપુરના એ સદાવ્રતમાં એકપણ રૂપિયો દાન લીધા વિના જમાડવામાં આવે છે.
તેમજ જયારે જલારામબાપા વીસ વર્ષના થયા ત્યારે તેમની ખ્યાતિ ચારે દિશામાં પ્રસરી ગઇ હતી. સંત જલારામ, બાપા તરીકે કેવી રીતે ઓળખાયા તેનો પણ એક ઇતિહાસ છે. એક સમયે હરજી નામનો એક દરજી પોતાના પિતાના દર્દની ફરિયાદ લઇને સંત જલારામ પાસે આવે છે. સંત જલારામે ભગવાન શ્રી રામને હરજી દરજીના પિતાને પેટના દર્દમાંથી મુક્તિ મળે એ માટે પ્રાર્થના કરી. અને તેમના પિતાનું દર્દ દૂર થઇ ગયું. એ દિવસે હરજી દરજીએ સંત જલારામના પગમાં પડીને બાપા તરીકે સંબોધ્યા અને તે ક્વિસથી સંત જલારામને બાપા તરીકે તેમના ભક્તો ઓળખવા લાગ્યા. અને જ્યારે લોકોને જલારામ બાપાની સેવા અને શ્રદ્ધાની ખબર પડી ત્યારે લોકો તેમને અલગ અલગ રીતે ચકાસવા લાગ્યા. તેમની ધીરજની સેવાની અને ભક્તિની પરીક્ષા થવા લાગી અને આ પરીક્ષામાં તેઓ તમામ પ્રકારે સફળ થયા.
જલારામ બાપાના પરચાઓ આજે પણ દૂર દૂર સુધી સંભળાય છે. એ સમયે 1822ની સાલમાં જમાલ નામના એક મુસ્લિમ વેપારીનો પુત્ર ગંભીર બીમારીમાંથી પસાર થઈ રહ્યો હતો. વૈધો અને હકીમોએ તેના સ્વસ્થ થવાની આશા મૂકી દીધી હતી. તેવામાં જ હરજી દરજીએ જમાલને જલારામ બાપાના પરચાની વાત કરી. જમાલે એ સમયે માનતા રાખી કે જો તેનો પુત્ર બીમારીમાંથી બચી જશે તો હું 40 મણ અનાજ દાન કરીશ. અને જોત જોતામાં તો જમાલનો પુત્ર એકદમ સાજો સમો થઇ ગયો. જમાલ અનાજનું ગાડું ભરી વીરપુર ધામ પહોંચ્યો અને ત્યાં જઇને તેને કહ્યું “જલા સો અલ્લાહ”. અને ત્યારથી જ હિન્દૂ હોય કે મુસ્લિમ કે પછી બીજા કોઇ પણ ધર્મનો વ્યક્તિ કેમ ના હોય. જલારામ બાપાને દિલથી માને છે. હિન્દુ મુસલમાન બધા જ લોકો બાપાનું ભોજન અને આશીર્વાદ મસ્તક ઝુકાવીને મેળવે છે. સર્વધર્મ સમભાવની ભાવના પણ બાપાએ જ પ્રગટ કરી આપી છે.
એ સમયે જ્યારે ખૂબ જ ભયંકર દુષ્કાળ પડ્યો હતો ત્યારે દુકાળના સમયમાં તેમની પત્ની વીરબાઇ તેમના માતાજી અને સ્વયં જલારામ બાપાએ ૨૪ કલાક લોકોને જમાડીને તેમની સેવા કરી હતી. જલારામ બાપા પ્રાર્થના કરતાં કરતાં પોતાનો નશ્વર શરીરનો ત્યાગ 1881 માં કર્યો. પરંતુ કરોડો લોકોના દિલમાં જલારામ બાપા પોતાના સેવાકાર્યોથી પ્રેમની જ્યોત જગાવતા ગયા. આજે પણ જલારામબાપાના આશીર્વાદ આપણા વચ્ચે જ છે આજે પણ બાપાની શ્રદ્ધા પૂર્વક પ્રાર્થના કરીએ તો બધી જ ઈચ્છા પૂરી થાય છે. આ ઇચ્છાપૂર્તિને જ “પરચા” તરીકે ઓળખવામાં આવે છે.