જસદણમાં પત્નીના પ્રેમીએ પતિને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો! હજી તો લગ્નનો એક દિવસજ થયો હતો ને…

વાત કરીએ તો હાલ છેલ્લા ઘણા સમય થી દેશમાં અને રાજ્યમાં હત્યા, અકસ્માત જેવા ખુબજ ગંભીર અકસ્માત બની રહયા છે. જેમાં હત્યા ઇજા પામનાર વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ થતું હોઈ છે. હાલ એક તેવોજ મામલો સામે આવી રહ્યો છે. જેમાં જસદણના નવાગામમાં પત્નીના પ્રેમીએ પતિને છરીના 5 ઘા ઝીંકી પતાવી દીધો હતો. જે બાદ સમગ્ર ગામમાં અરેરાટી થવા પામી હતી. આવો તમને આ હત્યાની ઘટના વિગતે જણાવીએ.

આ હત્યાની ગંભીર ઘટના જસદણના નવાગામમાંથી સામી આવી રહી છે જ્યાં કમલેશ મોહનભાઈ ચાવડાએ હજી તો 15 ઓગસ્ટે વડીયા ગામની કોમલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ કમલેશ ક્યાં જાણતો હતો કે, તેની પત્ની કોમલને અન્ય યુવક સાથે પ્રમસંબંધ છે. પ્રેમિકા કોમલના લગ્ન થતા જ પ્રેમી યશંવત મહેશભાઈ મકવાણાને ખાર ચડ્યો હતો. આથી તે ગત રાત્રિના કમલેશના ઘરે ઘૂસી તેને છરીના 5 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આમ ઘટનાની જાણ થતા જ આટકોટ પોલીસ દોડી ગઈ હતી અને કમલેશના મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ પરિવારજનોએ આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. આથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. જસદણ સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો ઉમટી પડ્યા છે. વાત કરીએ તો મૃતક કમલેશના કોમલ સાથે બીજા લગ્ન હતા. પહેલી પત્નીને છૂટાછેડા આપી કોમલ સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ કમલેશને ક્યાં ખબર હતી કે કોમલને બીજા યુવક સાથે પ્રમસંબંધ છે. કમલેશના ભાઈ વિનોદભાઈએ આટકોટ પોલીસમાં આરોપી યશવંત વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે યશવંત વિરૂદ્ધ IPC કલમ 302, 447 અને એટ્રોસિટી કલમ 3 (2) (5) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.

આ ઘટના બાદ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વડીયા ગામમાં રહેતી કોમલને પોતાના જ ગામના યશવંત સાથે પ્રેમસંબંધ હતો. આથી કોમલ યશવંત સાથે જતી રહી હતી. પરંતુ થોડા દિવસ પહેલા જ કોમલ ફરી માતા-પિતા પાસે પરત ફરી હતી. બાદમાં નવાગામના જ્ઞાતિના કમલેશ સાથે કોમલના 15 ઓગસ્ટે લગ્ન કરવામાં આવ્યા હતા. કમલેશના આ બીજા લગ્ન હતા. કમલેશ સાથે પ્રેમિકા કોમલે લગ્ન કરતા પ્રેમી યશવંતને ખાર ચડ્યો હતો. આથી ગત રાત્રિએ યશવંત કમલેશના ઘરે જઈ તેના પર છરીના પાંચ ઘા ઝીંકી દીધા હતા. આથી કમલેશનું મોત થતા તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *