શું 14 વર્ષ પછી નામચીન સિરિયલ ના અભિનેતા તારખ મેહતા વિદાય લેશે… જાણો શું થયુ
આ સીરિયલ છેલ્લાં ઘણાં વર્ષોથી લોકો ને મનોરંજન પૂરું પાડતું આવ્યું છે. ખાસ કરીને તેમના ચાહકો ગુજરાત માજ નહિ પરંતુ દેશ અને વિદેશમાં છે. આ સીરિયલ જેટલી પ્રખ્યાત થઈ છે તેના પાત્રો પણ તેનાથી પણ વધારે પ્રખ્યાત બન્યા છે. લોકો આ સીરિયલને ખૂબ જ પ્રેમ કરે છે.
વર્ષ 2017 ની અંદર તારક મેહતા કા સીરીયલ ના ખૂબ જ લોકપ્રિય અને ચર્ચિત એવું પાત્ર એટલે કે દયા ભાભી છેલ્લા ઘણા સમયથી મેટરનીટી લીવ ઉપર ગઈ હતી, પરંતુ ખુબજ લાંબા સમય પછી પણ આ શોની અંદર પાછા આવ્યા નથી.
આ સીરિયલના ટાપુ એટલે કે ભવ્ય ગાંધી પણ આ શોને થોડા સમય પહેલાં છોડી ચૂક્યા છે. એવામાં હવે બીજા એક ખૂબ જ દિગ્ગજ અભિનેતા પણ આ શો ને છોડી શકે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. તો હવે શું 14 વર્ષ પછી તારખ મેહતા શૉ ને છોડી શકે છે.
અત્યારે, એવી ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ના લીડ એક્ટર એવા શૈલેષ લોઢા એટલે કે, જેઠાલાલના પરમમિત્ર અને ફાયરબ્રિગેડ ગણાતા મહેતા સાહેબ, લગભગ ૧૪ વર્ષ પછી આ શો છોડી રહ્યા છે