શું મુનમુન દતા (બબીતા) પણ છોડશે તારખ મહેતા શો ને ? એવું તો શું કારણ હશે કે એક પછી એક કલાકારો…જાણો પૂરી વાત

હાલ નો સમય જોઈએ તો ટીવી સીરીયલ માં જો કોઈ સીરીયલ લોકપ્રિય હોઈ તો તે ‘તારખ મહેતા કા ઉલ્ટા ચશ્માં’ છે આ સીરીયલ માં એક થી વધી એક દીગજ કલાકારો સામેલ છે અને બધાજ પોતાના એક અલગ અંદાઝ અને રૂપમાં જોવા મળી રહ્યા છે. જેની કોમડી અને એક્ટિંગ ને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે. આ સીરીયસલ નાં દરેક પાત્ર સાથે દર્શકોનો ખાસ લગાવ જોવા મળે છે.

આ સીરીયલનાં ફેમસ અને લોકોના ખુબજ પસંદીદા દયાબેન જેનું સાચું નામ દિશા વાકાણી પણ આ શો ને છોડીને જતી રહી છે તો હાલ થોડા સમય પહેલા પણ તારખ મહેતા એટલેકે શૈલેષ લોઢા પણ આ શો ને છોડીને જતા રહ્યા છે. આમ આવા ફેમસ અને લોકોના પ્રિય એકટરો શો છોડીને ગયા બાદ તેમના ફેંસ ખુબજ નારાજ છે અને તેઓને શોમાં પાછા જોવા માંગી રહ્યા છે. હાલ તેવા પણ સમાચાર સામી આવી રહ્યા છે કે શો ની ફેમસ અભિનેત્રી બબીતા એટલેકે મુનમુન દાતા પણ આ શો ને છોડીને જતા રહેશે. જાણીએ તેની પાછળ નું કારણ.

મીડિયા રીપોર્ટસ માં દાવો કરવામાં આવ્યો છે કે મુનમુન દતા ની લોકોપ્રિયતા જોઇને ‘બીગ બોસ OTT’એ સેકંડ સીઝન માટે અપ્રોચ કર્યો છે. માનવામાં આવે છે કે મુનમુન દતા એ શો માં સામેલ થવા માટે હા પણ પાડી દીધી છે એમ માનવામાં આવે છે કે મુનમુન દતા જો રીયાલીટી શો માં જશે તો તે સીરીયલ છોડી દેશે. તેમજ મુનમુન દતા વિષે જાણીએ તો તે મૂળ પુણે નાં છે તેઓ કરિયર માટે મુંબઈ આવ્યા હતા. તેણે પોતાના કરિયર ની શરૂઆત મોડેલીંગથી કરી હતી. તેમજ તેમણે ૨૦૦૪ માં ઝી ટીવીની સીરીયલ હમસબ બરાતી થી ટીવી ડેબ્યું કર્યું હતું. તેમજ ઘણી ફિલ્મો માં પણ તેઓએ કામ કામ કરેલું છે.

તેમજ અત્યાર સુધી ઘણા લોકપ્રિય કલાકારો શો ને અલવિદા કહી ચુક્યા છે. દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. આમ લોકોના પ્રિય શો અને ભારતની ફેમસ સીરીયલ નાં અભીતેના અને અભિનેત્રી ઓ શો ને અલવિદા કહી ચુક્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *