નોસ્ટ્રાડેમસે તબાહીને લઈને કરેલી વર્ષ 2023ની આ ભવિષ્યવાણી થશે સાચી ? આવી રહી છે આ મોટી તબાહી…તેઓએ કહ્યું હતું કે…જાણો શું
જેમ તમે જાણોજ છો કે આજના સમયમાં લોકો ભગવાન પર ખુબજ વિશ્વાસ રાખે છે અને પહેલા પણ રાખતા હતા. લોકો તેમના જીવનની મુશ્કેલીઓ લઇ ભગવાને પાસે મદદ માટે જતા હોઈ છે. અને ખુબજ શ્રદ્ધા અને નિષ્ઠા પૂર્વક તેમની પૂજા પણ કરતા હોઈ છે. તેમજ આજના સમયમાં લોકો તેમનું ભવિષ્ય જોવા જ્યોતિષની સલાહ લેતા હોઈ છે. અને અમુક લોકો આ દુનિયામાં એવા છે કે જે ભવિષવાણી કરતા હોઈ છે તેમજ આજે તમને એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું.
તમને જણાવીએ તો જ્યારે પણ દુનિયાના પયગંબરોની ચર્ચા થાય છે ત્યારે નોસ્ટ્રાડેમસ (Nostradamus)નું નામ ટોચ પર ગર્વથી સાથે લેવામાં આવે છે. તેનું કારણ એ છે કે બીજા વિશ્વ યુદ્ધ, અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો જેવી તેમની ઘણી આગાહીઓ સાચી પડી છે. Nostradamusએ લગભગ 6338 ભવિષ્યવાણીઓ લખી હતી, જેમાં તેણે વિશ્વના અંત જેવી ખતરનાક અને ડરામણી ભવિષ્યવાણી કરી છે
આમ વાત કરીએ તો તેમના મતે 2023નું ભવિષ્ય અંધકારમય છે. 2023 માટે ફ્રેન્ચ જ્યોતિષની આગાહીઓ પરેશાન કરનાર છે. નોસ્ટ્રાડેમસે 1555માં તેમનું પુસ્તક લેસ પ્રોફેસીસ પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકમાં 942 આગાહીઓ છે. આમાંથી કેટલીક ઘટનાઓ ખૂબ જ ભયાનક છે. તમને તેની આગાહીઓ જણાવીએ તો નોસ્ટ્રાડેમસે 2023માં મોટા યુદ્ધની આગાહી કરી છે. યુક્રેન અને રશિયા વચ્ચેની વર્તમાન કટોકટી આવતા વર્ષે ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણમી શકે છે. આવી સ્થિતિમાં નોસ્ટ્રાડેમસની આ ભવિષ્યવાણી સાચી સાબિત થતી જોવા મળી રહી છે.
આમ આ ભવિષ્યવાણીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે WW3 ના કિસ્સામાં ફ્રેન્ચ શહેર રુએન સુરક્ષિત રહેશે, એટલે કે પેરિસ જોખમમાં હોઈ શકે છે. ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે તેમણે આગળ લખ્યું, ‘7 મહિનાનું મહાન યુદ્ધ, લોકો ખરાબ કાર્યોથી મૃત્યુ પામ્યા. સબમરીનમાં તમામ શસ્ત્રો અને દસ્તાવેજો લઈને તે વ્યક્તિ ઈટાલીના દરિયાકાંઠે પહોંચશે અને યુદ્ધ શરૂ કરશે. તેમનો કાફલો ઘણો આગળ વધશે. મોંગોલ (ચીન) ચર્ચ સામે યુદ્ધ કરશે. ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થશે જ્યારે નવો ધર્મ ઇટાલી અને ફ્રાન્સ સુધી પહોંચશે, ચર્ચ વિરોધી ઉગ્ર લડત ચલાવશે. અંતિમ તબક્કામાં શનિના વિલંબથી પાછા ફરવાના કારણે વિશ્વને નુકસાન થશે. સામ્રાજ્ય કાળા રાષ્ટ્રના હાથમાં જશે.’
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો