નાસ્ત્રદસમે કરેલી 400 વર્ષ પેહલાની આ ભવિષ્યવાણી સાચી થશે? જાણી લ્યો શું છે ભવિષ્યવાણી…

જેમ તમે જાણોજ છો કે આજના સમયમાં લોકો ભગવાન પર ખુબજ વિશ્વાસ રાખે છે અને પહેલા પણ રાખતા હતા. લોકો તેમના જીવનની મુશ્કેલીઓ લઇ ભગવાને પાસે મદદ માટે જતા હોઈ છે. અને ખુબજ શ્રદ્ધા અને નિષ્ઠા પૂર્વક તેમની પૂજા પણ કરતા હોઈ છે. તેમજ આજના સમયમાં લોકો તેમનું ભવિષ્ય જોવા જ્યોતિષની સલાહ લેતા હોઈ છે. અને અમુક લોકો આ દુનિયામાં એવા છે કે જે ભવિષવાણી કરતા હોઈ છે તેમજ આજે તમને એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું.

બલ્ગેરિયાના રહસ્યવાદી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ અવારનવાર ચર્ચામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વના સૌથી મહાન ભવિષ્યવેત્તા નાસ્ત્રેદમસે લગભગ 400 વર્ષ પહેલા ઘણી મોટી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી અત્યાર સુધી ઘણી સાચી સાબિત થઇ છે. નાસ્ત્રેદમસની આગાહી મુજબ, વર્ષ 2022માં ભારે વિનાશ બાદ શાંતિ આવશે. જો કે આ શાંતિ પહેલા આખી દુનિયામાં 72 કલાક અંધકાર છવાયેલો રહેશે. તેઓએ આ આગાહી 400 વર્ષ પહેલા કરી હતી. તેઓએ કહ્યું હતું કે આવું પ્રાકૃતિક મુશ્કેલીઓના કારણે થશે. આ સાથે જ પહાડો પર પડી રહેલા ભારે બરફ ઉપરાંત ઘણા દેશોમાં યુદ્ધની આગાહીઓ પણ કરવામાં આવી હતી.

ભવિષ્યવક્તા નાસ્ત્રદમસે એમ પણ કહ્યું કે 2022માં દુનિયામાં રોબોટનો પ્રભાવ ઘણો વધી જશે. રોબોટ વ્યક્તિઓ પર કંટ્રોલ કરશે. ધીરે ધીરે તે વ્યક્તિઓ માટે ખતરનાક બની જશે. એક એવો સમય આવશે જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ ઈન્ટરફેસવાળા રોબોટ માનવ જાતિને નષ્ટ કરી દેશે. નોસ્ટ્રાડેમસની આગાહીનું મૂલ્યાંકન કરતાં, વર્ષ 2022ની ત્રીજી લહેરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેની ખરાબ અસર પડી શકે છે. આ આગાહીઓ લગભગ 500 વર્ષ પહેલાં નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવી હતી.

નોસ્ટ્રાડેમસે વર્ષ 2022માં ગંભીર ફુગાવાની આગાહી કરી હતી અને કહ્યું હતું કે મોંઘવારી નિયંત્રણમાંથી બહાર નીકળી જશે. ઘણા દેશોમાં મોંઘવારી તેની ટોચ પર છે. નાસ્ત્રેદમસે યુએસ ડોલરમાં તીવ્ર ઘટાડાની આગાહી પણ કરી હતી.નાસ્ત્રેદમસે વર્ષ 2022 માં સમુદ્રમાં એક એસ્ટરોઇડના પડવાની આગાહી કરી હતી, જે ગંભીર મોજાઓનું કારણ બની શકે છે અને પૃથ્વી પર ભારે વિનાશ કરી શકે છે. જેના કારણે ઘણા દેશો ડૂબી જવાના ભયમાં છે.

નાસ્ત્રેદમસે વર્ષ 2022 માં પૂર અને વાવાઝોડા અને અન્ય ઘણી કુદરતી આફતો વિશે આગાહી કરી હતી, જેના કારણે ભારે વિનાશ થશે. હાલમાં પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે અને એક હજારથી વધુ લોકોના મોત થયા છે. નાસ્ત્રેદમસે લગભગ 500 વર્ષ પહેલા વર્ષ 2022માં એક વિનાશક પરમાણુ વિસ્ફોટની આગાહી કરી હતી, જે આબોહવા પરિવર્તનનું કારણ બની શકે છે અને પૃથ્વીનું હવામાન બદલી શકે છે. આ સિવાય વિસ્ફોટના કારણે ઘણા ફેરફારો જોવા મળી શકે છે. નાસ્ત્રેદમસે હિટલરના શાસન, બીજા વિશ્વયુદ્ધ, 9/11ના આતંકી હુમલા અને ફ્રેન્ચ ક્રાંતિ વિશે કરેલી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. જણાવી દઇએ કે નોસ્ટ્રાડેમસનો જન્મ 14 ડિસેમ્બર 1505ના રોજ જર્મનીમાં થયો હતો અને 2 જુલાઈ 1566ના રોજ તેમનું અવસાન થયું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *