વિન્ની અરોરા એ પતિ ધીરજ સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી વખતે પોઝ આપતી જોવા મળી હતી, સાથે જ શેર કરી મા બનવાની ખુશી ….જુવો તસવીરો

Tv ઇન્ડસ્ટ્રીઝ ના મોસ્ટ ફેવરિટ કપલ તરીકે ધીરજ અરોરા અને વિન્ની અરોરાનું નામ પણ સામેલ છે.જે હાલમાં જ માતા પિતા બનવા જઈ રહ્યા છે.આથી તેમના જીવનમાં નવી ખુશી જોવા મલી છે. જ્યારે વિન્ની એ પોતાની પ્રેગનેંસી ની વાત જાહેર કરી હતી ત્યાર થી જ ધીરજ અને વિન્ની બંને પોતાના આવનારા બાળકની બહુ જ તૈયારીઓ કરતા જોવા મળ્યા છે અને તેઓ બાળકના આવવાની રાહ જોઈ રહ્યા છે.હાલમાંજ કપલ એ પોતાના માતા પિતા બનવાની ખુશીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં તેઓએ બાળકના આવવાની ખુશી જાહેર કરી હતી.

પહેલા એ જાણી લઈએ કે ૨ એપ્રિલ ૨૦૨૨ ના રોજ ઈન્સ્ત્રાગ્રામ પર વિન્ની અને ધીરજ એ એક પોસ્ટ શેર કરી હતી કે જેમાં તેમણે પોતાના પેરેન્ટ્સ બનવા અંગેના સમાચાર ને ફેન્સ ની સાથે શેર કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.કપલ એ પણ સાથે જણાવ્યું હતું કે બંને ઓગસ્ટમાં માતા પિતા બનવાના છે.વિન્ની થોડા જ દિવસોમાં પોતાના બાળકને જન્મ આપવાની છે.આ કપલ એ બાળકના આવ્યા પહેલા જ પોતાની ખુશી અને એક્સાઈટમેંત જાહેર કરી હતી.

૨૬ જુલાઈ ૨૦૨૨ ના રોજ આ કપલ એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી.જે તસવીરમાં થનારી માતા વિન્ની અરોરા બાજુમાં ઊભેલી જણાય છે જ્યારે તેના પ્યારા પતિ તેના બેબી બમ્પ ને પ્રેમ કરતા જોવા મળે છે.આ તસવીરમાં વિન્ની ના ખુલ્લા વાળ, લાઈટ મેકઅપ અને સેફોનનું વાઇટ કલરનું ફ્લાવર પ્રિન્ટ ગાઉન તેના પર બહુ જ સુંદર લાગી રહ્યું છે.ત્યાં જ થનારા પિતા બ્લેક પેન્ટ અને બ્લેક શર્ટ માં બહુ જ કુલ લાગી રહ્યા છે.

આ તસવીરની સાથે બંને કપ્લે જલ્દી જ માતા પિતા બનવા માટે ની એકસાઇટમેંત જાહેર કરી છે.સાથે જ કેપશનમાં લખ્યું છે કે આ નાના બાળકને મળવાની હવે રાહ જોવાતી નથી જે આપણા બંનેનું છે. આ સાથે થોડા સમય પહેલા જ વિન્ની એ ઈન્સ્ત્રાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો.કે જે વીડિયોમાં ધીરજ નકલી બેબી બમ્પ સાથે વિન્ની ની નકલ કરતો જોવા મળી રહ્યો છે.વીડિયોમાં જોઇ શકાય છે કે તે આવે છે અને બોલે છે કે Hiiiiii ગુડ મોર્નિંગ બેબી, હું હમણાં જ જાગ્યો…..લાગે છે કે હવે હું ઝપટમાં આવવનો છું.આ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *