શિક્ષકની બદલી થતાં વિદાઈના દિવસે બધાજ વિદ્યાર્થીઓ તેમના વ્હાલા શિક્ષકની છાતીએ વળગીને ખુબજ રડવા લાગ્યા અને…

વાત કરીએ તો આપણે આ દુનિયામાં ઘણાં લોકોને આપણે ખુબજ પસંદ કરતા હોઈ છીએ અને તેના વગર જાણે જીવન અધૂરું છે. અને જયારે તે વ્યક્તિ આપણથી દૂર જતો હોઈ છે ત્યારે આપણને ખુબજ દુઃખ થતું હોઈ છે હાલ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે અને તેનો વિડિઓ પણ જેની વાત કરીએ તો યુપીના ચંદૌલીની એક શાળામાં શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓ ભાવુક થઈ ગયા હતા. તેમના વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓ ગળે મળીને રડી પડ્યા હતા. આવો તમને વિગતે જણાવ્યે.

વાત કરીએ તો આ મામલો ચંદૌલી જિલ્લાની કમ્પોઝીટ સ્કૂલનો છે. શિવેન્દ્ર સિંહ બઘેલ (શિક્ષક) લગભગ ચાર વર્ષ સુધી આ શાળામાં કાર્યરત હતા. તેમનો કાર્યકાળ 7 સપ્ટેમ્બર 2018 થી 12 જુલાઈ 2022 સુધી હતો. આ દરમિયાન તેમને શાળાના બાળકો અને અન્ય શિક્ષકો સાથે ખૂબ લગાવ થઈ ગયો હતો. હવે તેમની બદલી બીજા જિલ્લામાં કરવામાં થઈ ગઈ છે. જે બાદ શિક્ષકની બદલી બાદ શાળાના વિદ્યાર્થીઓ ભાવુક બની ગયા હતા. તેમના વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓ ગળે મળીને રડી પડ્યા હતા.

આમ જ્યારે વિદ્યાર્થીઓ શિક્ષકને વિદાય આપી રહ્યા હતા, ત્યારે વિદ્યાર્થીઓના આંખમાં આંસુ આવી ગયા અને તેમને ગળે લગાવીને રડવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓ તેમના શિક્ષકને જવા દેવા નથી માંગતા. કદાચ આ તેમની સાચી કમાણી હતી કે જ્યારે તેમની બદલી થઈ ત્યારે બાળકો ભાવુક થઈ ગયા અને ગળે લગાવીને રડવા લાગ્યા. બાળકોને સમજાવતી વખતે શિવેન્દ્ર ભાવુક થઈ ગયા અને એટલું જ બોલી શક્યા કે મનથી વાંચો, ઘણી પ્રગતિ કરો.

તેમજ શિવેન્દ્ર સિંહે કહ્યું કે, મારા કાર્યકાળ દરમિયાન મેં કમ્પોઝીટ સ્કૂલમાં બાળકોને ભણાવ્યા અને તેમની સાથે મસ્તી પણ કરી. હું અહીં આવ્યો ત્યારે બાળકોને સારી રીતે ભણાવીશ એવી આશા સાથે આવ્યો હતો અને જેટલું શક્ય હતું એટલુ કર્યું. કદાચ આ જ કારણ છે કે બાળકોથી મને આટલો પ્રેમ મળ્યો છે.

આમ 31 માર્ચે શાળામાં પરિણામનું વિતરણ થવાનું હતું. આ દિવસને યાદગાર બનાવવા મેં ગામમાં બાળમેળાનું આયોજન કર્યું. મેં બાળકોને કહ્યું, તેઓ પૈસા જમા કરીને કંઈપણ બનાવી શકે છે. જે બાદ શાળાની બહાર સ્ટોલ લગાવવામાં આવ્યા હતાં. થોડી જ વારમાં બાળકોનો તમામ સામાન વેચાઈ ગયો. આ વાતથી બાળકો ખૂબ જ ખુશ હતા. બીજી તરફ શિવરાત્રી પર બાળકોએ શિવલિંગ બનાવીને શાળામાં શણગાર્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.