દહેજ અને સાસરિયાઓના ત્રાસથી પરિણીતાએ કર્યો આપઘાત..દહેજની કિમત સાંભળી તમે ચૌકી જશો…
આજના સમયમાં મોટા ભાગના વિસ્તારોમાં આત્મહત્યાના બનાવો જોવા મળી રહ્યા છે,જેમાં વ્યક્તિ કોઈને કોઈ કારણસર પોતાની જિંદગી ટુંકાવવાના પ્રયાસો કરી રહ્યો છે તેવા સમયમાં સુરત શહેરમાં બનતી આપઘાતની ઘટનાઓમાં મહિલાઓ દ્વારા આપઘાત કરવાના બનાવો જોવા મળી રહ્યા છે ત્યારે આવી વધુ એક ઘટના સામે આવતા જેમાં એક કાપડના વેપારીની પત્નીએ આત્મહત્યા કરી લેતા લોકોમાં ચર્ચાઓનો ભારે માહોલ જોવા મળ્યો છે..શું છે આ ઘટના ચાલો જોઈએ…
સુરતમાં વેસુ વિસ્તારમાં રહેતા અને કાપડના વેપાર સાથે જોડાયેલા સાહિલ નામના વેપારીની પત્ની જ્યોતિએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા ને અંજામ આપ્યો છે.સાહિલ જે વિસ્તારમાં રહે છે તે ખૂબ જ ખુશ અને સુખી સંપન્ન વિસ્તાર છે ત્યારે આવી ઘટના બનતા લોકોમાં શોકનો અને રહસ્યોનો માહોલ જોવા મળ્યો છે ..આ બાબત અંગે ઘણા સવાલો લટકી રહ્યા છે જ્યોતિ સાહિલની બીજી પત્ની હતી,તેણે પહેલી પત્નીને 35 લાખ રૂપિયા આપીને છૂટાછેડા લઇ લીધા હતા.
આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે પિયર પક્ષ દ્વારા સાસરીયાઓ ગરીબને લઈને સતત ત્રાસ આપતા હતા અને આ ઉપરાંત સાહિલ અને તેના પરિવાર દ્વારા વારંવાર દહેજની માંગની કરવામાં આવતી અને આ ભોળી યુવતીએ તેની ઘણી માંગણીઓ પૂરી કરી હતી,પરંતુ પિયર પક્ષ વાળાઓએ એવો દાવો કર્યો છે કે આ બાબત અંગે સાહિલ અને તેના પરિવારના લોકો એ જ તેને ઉશ્કેરી છે અને આ બાબતથી ત્રાસીને જ્યોતિ એ આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું છે ..વધારામાં એ લોકો એપણ કહ્યું કે જ્યાં સુધી અમને ન્યાય નહિ મળે ત્યાં સુધી અમે જ્યોતિના અગ્નિસંસ્કાર કરવાના નથી..
આ ઘટનાના બનાવ પહેલા એવું જાણવા મળી રહ્યું છે કે જ્યોતિની માસી સીહરોદેવી બહલે એવું જણાવ્યું કે હું દિલ્હીથી સુરત આવી છું.ગઈકાલે જ્યોતિ સાથે મારી ફોન ઉપર વાત-ચિત ચાલતી હતી.આ જ સમયે તેના પતિ સાહિલનો ફોન જ્યોતિ પર આવતો હતો.જ્યોતિએ કહ્યું કે “મારા પતિનો ફોન આવે છે,એની સાથે વાત કર્યા પછી તમને કોલ કરૂ.” અને એના થોડા સમય બાદ જ પડોશીનો ફોન આવ્યો કે જ્યોતિએ કંઇક કરી લીધું છે.જોકે હવે આ ઘટનામાં પિયર પક્ષ અને સાસરિયા પક્ષ આમને સામને થઇ જતા અને આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર પરિવારો વચ્ચે માથાકૂટ થઇ જતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.