સુરેન્દ્રનગર મા જોવા મળ્યો અદ્ભુત અવકાશી નજારો ! આસમાન થી એવો વંટોળિયો ત્રાટક્યો કે…જુવો તસવીરો

હાલ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે અને ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો છે. તેમજ વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પહોચી હતી જેથી આવી કાળઝાળ ગરમીથી લોકોની રાહત મળતી જોવા મળી હતી. તેમાં હાલ વરસાદની સાથે એક અધભુત નજારો પણ જોવા મળી રહ્યો છે જેની ઘટના સામી આવી છે. વરસાદની સાથે વંટોળીયા તમે ભાગ્યેજ જોયા હશે. તેવામાં  સુરેન્દ્રનગરમાં વરસાદ સાથે ભયંકર વંટોળીયું ત્રાટકયું હતું.

આ વંટોળીયું સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકામાં બન્યું હતું. જ્યાંથી આવા દ્રશ્યો સામા આવી રહ્યા છે. આ વંટોળીયા શરુ થતા ગામના લોકોમાં ભય નો માહોલ સર્જાયો હતો. કેમ કે આવા વંટોળીયા મોટા ભાગે વિદેશમાં જોવા મળતા હોઈ છે જે ખુબજ ઘાતક હોઈ છે અને ખુબજ નુકસાન પહોચાડતા હોઈ છે. આ વંટોળીયાની ની તસવીરો લોકો તેના મોબાઈલ માં કેદ કરવા લાગ્યા હતા. લખતર તાલુકાના વિઠ્ઠલગાઢ અને જ્યોતિપરા ગામ આસપાસનાં વિસ્તારમાં મોટો વંટોળીયા જોવા મળ્યો હતો. અહ્યા અકાશમાંથી સફેદ વાદળોનો ગોળો ફરતો ફરતો જમીન પર ત્રાટક્યો હતો.

મળતી માહિતી પ્રમાણે વંટોળિયાને પગલે જ્યોતિપરા ગામ ખાતે કાચા મકાનના છાપરા ઉડી ગયા હતા. આ ઉપરાંત બે વીજપોલ પણ ધરાશાયી થયા હતા. વંટોળિયાને પગલે એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી. શરૂઆતમાં લોકોને વંટોળિયાને જઈને કૂતુહલ થયું હતું, પરંતુ તે ગામમાં ત્રાટકતા ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આમ હવામાન વિભાગ દ્વારા આગામી ૫ દિવસની આગાહી પણ કરવામાં આવી છે ૨૪ જુનથી વરસાદનું જોર વધશે. તેમજ બીજી તરફ રાજ્યમાં ૨૧ તાલુકા એવા છે જ્યાં બિલકુલ વરસાદ પડ્યો નથી. આમ ૨૪ જુન થી સુરત, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નાગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર- સોમનાથ દીવ માં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અને ૨૫ જુનથી પણ સુરત, ડાંગ, નવસારી, દાદરા નાગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *